લાલુની મુશ્કેલીઓ શરૂ થઈ છે અને જમીનના બદલામાં નોકરીના મામલામાં EDએ મોટી કાર્યવાહી કરી બિહાર અને ગાઝિયાબાદમાં લાલુ પ્રસાદ યાદવના પરિવારની સંપત્તિ જપ્ત કરી છે.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે આ કાર્યવાહી IRCTC, લેન્ડ ફોર જોબ કેસમાં કરી છે.
લાલુ પરિવારની લગભગ 6 કરોડની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે.
આ ત્રીજી વખત છે જ્યારે ED દ્વારા લાલુની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. આ વખતે ગાઝિયાબાદ અને બિહારમાં તેની તમામ પ્રોપર્ટી સામેલ છે. જણાવી દઈએ કે બિહારના પટના સ્થિત બિહટા, મહુઆબાગ, દાનાપુરમાં આવેલી પ્રોપર્ટી ED દ્વારા જપ્ત કરવામાં આવી છે. આ સિવાય યુપીમાં લાલુ યાદવની પુત્રી હેમા યાદવની સંપત્તિ પણ અટેચ કરવામાં આવી છે.
જોબ-ઇન-લેન્ડ કૌભાંડ પર EDની પકડ:એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવની દિલ્હીમાં સ્થિત ‘ડી બ્લોક’ની મિલકત પણ જપ્ત કરી છે. આ મિલકતોની સરકારી કિંમત 6 કરોડ 2 લાખ રૂપિયા આંકવામાં આવી છે. જોકે બજાર કિંમત આના કરતા અનેક ગણી વધારે છે.
રેલવેમાં નોકરીના બદલામાં જમીન કૌભાંડના મામલામાં લાલુ પ્રસાદ યાદવની મુશ્કેલીઓમાં વધારો થતો જોવા મળી રહ્યો છે.
EDએ લાલુ પ્રસાદ યાદવ સામે કાર્યવાહી શરૂ કરી છે. EDએ લાલુની સંપત્તિ જપ્ત કરી છે. આરજેડી પ્રમુખ અને પૂર્વ રેલ મંત્રી લાલુ પ્રસાદ યાદવની મુશ્કેલીઓ વધી ગઈ છે.