લોકડાઉન માં પોતાની ગર્લ ફ્રેન્ડ સાથે મોજ મસ્તી કરવા તેના ફ્લેટ માં નેતા ઘુસી ગયા પણ કોઈ ટીખલખોરે ડોરબેલ વગાડી મુક્તા નેતાજી ની મજા બગડી હતી અને બાલ્કની માંથી દોરડું બધી ઉતરવા જતા નીચે પટકાતા હાડકા ખોખરાં થઈ ગયા હતા અને હોસ્પિટલ ભેગા કરવા પડ્યા હતા જોકે , ડોરબેલ કોણ મારીને ભાગી ગયું તે જાણી શકાયું ન હતું.
વિગતો મુજબ હરિયાણા ના પંચકુલા ના ભાજપ ના નેતા ચંદ્રપ્રકાશ કથુંરિયા લોકડાઉન માં પોતાની મહિલા મિત્ર યાદ આવતા તેઓ ચંદીગઢ પહોંચી ગયા હતા અને એપાર્ટમેન્ટ ના બીજા માળે રહેતી ગર્લફ્રેંડ ના ફ્લેટ માં ઘુસ્યા હતા બીજી તરફ કોઈને આ વાત ની ખબર પડતાં કોઈએ ફ્લેટ નો ડોરબેલ વગાડતા નેતાજી ગભરાયા હતા અને પકડાઈ જવાની બીકે તેઓ બાલ્કની માં પહોંચ્યા હતા અને દોરડું બાંધી ઉતરવાનો કારસો કર્યો હતો પરંતુ તેઓ ને ઉતરતા ફાવ્યું ન હતું અને પગ છટકી જતા તેઓ બીજા માળે થી નીચે પટકાતા તેમને ગંભીર ઇજાઓ થઈ હતી અને પગમાં ફેક્ચર થયું હતું પણ સદનસીબે બચી ગયા હતા આ અંગે જાણ થતાં પોલીસ ની પીસીઆર વાન સ્થળ પર દોડી ગઈ હતી અને નેતા ને હોસ્પિટલ ભેગા કર્યા હતા.
પોલીસે હવે આ મામલે તપાસ શરૂ કરી છે જોકે સ્થાનિકો એ જણાવ્યું હતું કે આ નેતા આ મહિલા પાસે અવારનવાર આવતા હતા અને ભાજપ ના આ નેતા રંગીન સ્વભાવ ના હોવાનું જાણવા મળ્યુ છે ત્યારે નીચે પટકાવાથી મામલો સામે આવતા ભાજપ ના આ નેતા ભારે ચર્ચામાં આવ્યા છે.
Monday, May 20