નવી દિલ્હી તા.7 : આજે પીએમ મોદી એ પાર્લમેન્ટ માં નોટબંધી ને લઇ કોંગ્રેસ ના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા છે.રાહુલ ગાંધી એ નોટબંધી ના સમયે એક નિવેદન આપ્યું હતું કે ” જો હું બોલીશ તો સંસદ માં ભૂકંપ આવશે “ ત્યારે ઘણા લાંબા સમય પછી આજે પ્રધાનમંત્રી મોદી એ તેમના નિવેદન નો વળતો જવાબ આપતા જણાવ્યું હતું કે આખરે આજે ભૂકંપ આવી ગયો.
સંસદ માં શું કહ્યું પીએમ મોદી એ ?
- હું પેહલા દિવસ થી જ ચર્ચા માટે તૈયાર હતો.
- કાલે આવેલ ભૂકંપ થી લાગે છે કે હવે ધરતી માતા રૂઠી છે.
- હું વિચારી રહ્યો છુ કે ભૂકંપ કેમ આવ્યો.
- સમગ્ર દેશ ના લોક તંત્ર ને એક પરિવાર ના નામ પર કરવામાં આવી દીધું.
- 1975 માં દેશ આપાતકાલીન સ્થિતિ માં જેલ બની ગયો હતો.
- શું સ્વછતા ને પણ રાજનીતિ સાથે જોડવામાં આવશે.
- ભ્રષ્ટચાર રોકડ થી શરૂ થાય છે.
- મેં નિરીક્ષણ કર્યું છે કે નોટબંધી ના કારણે દેશ નું અર્થતંત્ર સારી દિશા માં આગળ જઈ રહ્યું છે.
- આજે ટેક્નોલાજી દેશ માં કાળુંનાણું પકડવામાં મદદ કરી રહ્યું છે.
- નોટબંધી નો નિર્ણય યોગ્ય સમયે લેવામાં આવ્યો છે.
- અમારી સરકારે વિદેશ ના કેટલાક દેશો સાથે વાત કરી ને એગ્રીમેન્ટ કર્યા છે અને તે અમને કાળાનાણાં અંગે પાક્કી માહિતી આપશે.
- કોંગ્રેસ એ 1035 વખત મનરેગા માં ફેરફાર કર્યા છે તેનું શું કારણ હતું.
- એક તરફ દેશ માં ભ્રષ્ટ લોકો ઉભા છે જયારે તેમની સામે ઈમાનદાર લોકો ઉભા છે જે તેમને દૂર કરવા માંગે છે.
- દેશ માં પેહલા લોકો કેહતા હતા કે કેટલા ગયા (નાણાં) અને આજે લોકો કહે છે કે કેટલા આવ્યા.
- બેનામી સંપત્તિ ના કાયદા માં કોંગ્રેસ એ કેમ બદલાવ ના કર્યો અને તે કોણ બચવા માંગતા હતા.
- હું ખારગે ની વાત થી સહેમત છુ કે કાળુંનાણું બેનામી સંપત્તિ તેમજ સોના માં રહેલું છે પરંતુ હું તેમને પૂછવા મંગુ છુ કે તેમને ક્યારે ખબર પડી.
- નોટબંધી ના સમયે લોકો ચર્ચા ની જગ્યા એ ટીવી પર બાઈટ આપવામાં રશ દાખવ્યો.
- અમે દરેક સરકારી યોજના પર નજર રાખી રહ્યા છે.
- કોંગ્રેસ ના રાજ માં વીજળી ખપત વધુ હતી.
- ડિજિટલ લેણદેણ દેશ નું ભવિષ્ય છે.
- કોંગ્રેસ ના સમયે 2011 થી 2014 માં માત્ર 76 ગામડાઓ માં ઓપ્ટિકલ ફાયબર લગાવ્યા હતા જયારે ભાજપે 76000 ગામડાઓ માં ઓપ્ટિકલ ફાયબર લગાવ્યા છે.
- કોંગ્રેસ ના લોકો એ દેશ ના સ્વતંત્ર સેનાની ની અવગણ ના કરી છે.
- લોકો ને (વિપક્ષ) સાચું સાંભળવા માટે હિમ્મત જોઈએ છે.
- આના થી પેહલા કોઈપણ પીએમ ને યુરિયા વિષે પત્ર લખવામાં નથી આવ્યો.
- યુરિયા ના નામ પર લાઠીચાર્જ કરવામાં આવતો હતો.
- ખેડૂતો ના કૃષિ ઉત્પાદન માં આજે વધારો થયો છે.
- ખેડૂતો ના નામ પર લોકો યુરિયા ની ખરીદી કરી ને ખોટા બિલ રજુ કરતા હતા.
- અમારી સરકાર 21 હજાર કરોડ એલઇડી બલ્બ લગાવામાં સફળ રહી છે અને લોકો ના 11 હાજર કરોડ બચાવ્યા છે.
- ફસલ વીમા યોજના પેહલા પણ હતી પરંતુ ખેડૂતો તેને લેવા સક્ષમ નહોતા.
- આજે અમારી સરકારે ખેડૂતો ને ફસલ વીમા યોજના લેવા માટે સક્ષમ કર્યા છે.
- પેહલા ની સરકારે સેટેલાઇટ છોડી ને માત્ર પેપર માં સ્થાન મેળવવાની કોશિશ કરી છે.
- સર્જીકલ સ્ટ્રાઇક એ ઘણો મોટો નિર્ણય હતો.
- સર્જીકલ સ્ટ્રાઇક પર કેટલાક રાજનેતાએ ઘણા નિવેદન આપ્યા હતા.પરંતુ દેશ ના લોકો નો મિજાજ કઈ અલગ હોવા ના કારણે રાજનેતાઓ ને તેમનું નિવેદન બદલવું પડ્યું.
- નોટબંધી પર લોકો મને સવાલ પૂછી રહ્યા છે પણ સર્જીકલ સ્ટ્રાઇક વિષે આજે કોઈ કશું નથી પૂછી રહ્યું.