જો તમે લોન લીધી હશે તો લોનધારકો માટે એક ખુશી ના સમાચાર આવી રહ્યા છે વિગતો મુજબ પહેલી નવેંબરથી બેંકોના કામકાજના નિયમોમાં કેટલાક ફેરફાર થવા જઈ રહ્યા છે.
SBI પોતાના વ્યાજના દરોમાં ફેરફાર કરવાની છે. SBIમાં એક લાખ રૂપિયા સુધીના વ્યાજના દરોમાં પા ટકો ઘટાડવામાં આવશે જેથી વ્યાજનો દર સવા ત્રણ ટકાનો થઇ જશે. એક લાખ રૂપિયાથી વધુ ડિપોઝિટ હોય તેનો વ્યાજનો દર રેપો રેટ સાથે જોડાશે. હાલ રેપો રેટ ત્રણ ટકાનો છે.
મહારાષ્ટ્રમાં તમામ બેંકોનો કામકાજનો સમય એક સરખો રહેશે. મોટા ભાગની બેંકો હવે સવારે નવ વાગ્યે ખુલશે અને ચાર વાગ્યે બંધ થશે. અત્યાર અગાઉ બેંકો સવારે દસ વાગ્યે કામ શરૂ કરતી હતી અને સાંજે પાંચ વાગ્યે બંધ થતી હતી. કેટલીક બેંકોનો સમય સવારે નવથી બપોરે ત્રણનો રહેશે.
SBIની લોન લેનારા અત્યાર અગાઉ સવા આઠ ટકા વ્યાજ ભરતા હતા. રિઝર્વ બેંકે દિવાળી પર રેપો રેટ ઘટાડતાં હવે લોન પરનું વ્યાજ 8.05 ટકા થશે. લોન લેનારાને એટલો લાભ મળશે.જોકે બીજી તરફ આ માટે આપવધુ માહિતી માટે તમારી નજીક ની બેંકની શાખાનો સંપર્ક સાધી વધુ વિગતો મેળવી શકો છો, પરંતુ બેન્ક ના ટાઉમ સહિત ના ફેરફારો ખાતેદાર સુધી પહોંચે તે જરૂરી છે