આ જહાજ 3 વર્ષ સુધી 148 દેશોનો પ્રવાસ કરશે, દુનિયાનો દરેક દરિયા કિનારો તમારી નજર સામે હશે દરેક વ્યક્તિએ તેમાં બેસીને વિશ્વની યાત્રા કરવા માટે વાર્ષિક 36,28,515 રૂપિયા ખર્ચવા પડશે.
3 વર્ષમાં 148 દેશો માટે ક્રૂઝ ટૂર: જો તમને ક્રૂઝ પર વિશ્વની મુસાફરી કરવાનો મોકો મળે. તે પણ 1001 દિવસ માટે, 148 દેશોનો પ્રવાસ. વાહ, પ્રવાસના શોખીનો માટે આ પેકેજ કોઈ સપનાથી ઓછું નથી. જે લાઈફ એટ સી ક્રુઝના એમવી લારા ક્રૂઝ દ્વારા પૂર્ણ થઈ રહી છે. આ ક્રૂઝ મુસાફરોને 148 દેશોના 382 અલગ-અલગ બંદરો પર લઈ જશે. જેમાં સાત ખંડોના દેશોને સામેલ કરવામાં આવશે. આ પ્રવાસ થોડો લાંબો છે પરંતુ એક જ વારમાં ઘણા દેશોને આવરી લેશે. આટલું જ નહીં આ ક્રૂઝની અન્ય કેટલીક ખાસિયતો પણ છે. જેનો મુસાફરો ક્રુઝ પર અને આ પ્રવાસ દરમિયાન આનંદ માણી શકશે.
કામ સાથે વિશ્વ પ્રવાસ
આ ટૂર અંગે લાઈફ એટ સી ક્રૂઝના સીઈઓ કેન્દ્રા હોમ્સ કહે છે કે આ ટૂર એવા લોકો માટે છે જેઓ તેમની વર્ક લાઈફ અને પર્સનલ લાઈફ વચ્ચે સંતુલન જાળવવા ઈચ્છે છે. જેમને ફરવાનો શોખ હોય છે પરંતુ કામ સાથે આવી તક મળતી નથી. જે લોકો રિમોટ વર્ક અથવા ઘરેથી કામ કરી રહ્યા છે. તે લોકો આ લાંબા વિશ્વ પ્રવાસમાં જોડાઈ શકે છે. જેમાં તેઓ ક્રુઝ પર બેસીને આરામથી કામ કરી શકે છે. અને વિવિધ દેશોની શોધખોળ પણ કરી શકે છે. આ 130,000 માઇલ લાંબી મુસાફરી ફક્ત આવા પ્રવાસના ઉત્સાહીઓ માટે જ ડિઝાઇન કરવામાં આવી છે. જેમાં તેઓ તેમના સપનાના સ્થળોનો આનંદ માણી શકશે.
આ સુવિધાઓ સાથે આ દેશોનો પ્રવાસ કરશે
આ ક્રૂઝ ચીન, રોમ, ભારત, ગીઝા, ઉત્તર અમેરિકા, આયર્લેન્ડ, યુકે જેવા દેશોમાં જશે. સૌથી મહત્વની બાબત એ હશે કે કોઈપણ પોર્ટ પર રોકાયા બાદ ત્યાં ફરવાની પુષ્કળ તકો મળશે. પેસેન્જરને લાંબો પોર્ટ ટાઈમ મળશે. જેના કારણે તેઓએ ઉતાવળમાં ક્રુઝ પર પાછા ફરવું પડશે નહીં. આ સમગ્ર પ્રવાસ દરમિયાન તેઓને ક્રૂઝમાં જ જીમ, પૂલ, જીમ, ઓડિટોરિયમ, રેસ્ટોરન્ટની સુવિધા મળશે. આ ત્રણ વર્ષની લાંબી મુસાફરી માટે મુસાફરોએ ભારતીય ચલણમાં 36,28,515 રૂપિયા ચૂકવવા પડશે. વાર્ષિક આ ઉપરાંત, તેઓ ક્રુઝ પર જે અન્ય સુવિધાઓનો ઉપયોગ કરશે તેના માટે તેઓએ અલગથી ચૂકવણી કરવી પડશે.