વલસાડ તા.4 : વલસાડ નગરપાલિકા વોર્ડ નો 14 માં આવેલ ધરમપુર ચોકડી નજીક ના પરાગબાગ સોસાયટી ના રહીશો નું આરોગ્ય મુશ્કેલ માં મુકાયું છે કારણ કે તેમના વિસ્તાર માં બનેલ ગેરકાયદેસર કહી શકાય અથવા તો વલસાડ નગરપાલિકા ના આશીર્વાદ થી બનેલ નીલકંઠ રેસિડન્સી એપાર્ટમેન્ટ માં અપાયેલ ગેરકાયદેસર ના ડ્રેનેજ લાઈન જોડાણ ને પગલે છેલ્લા ઘણા સમય થી નીલકંઠ રેસિડન્સ ના તમામ 45 જેટલા ફ્લેટ ધારોકો નું ગંદુ ડ્રેનેજ નું પાણી પરાગબાગ સોસાયટી થી લઈ કૃપા હોસ્પિટલ સુધી ના રેસિડેન્સી એરિયામાં ફરી વર્યું છે.
જેને લઇ વિસ્તાર માં 24કલાક દુર્ગંધ અને ગંદુ પાણી નો ઉભરાવ રહે છે,જેં અંગે સ્થાનિક રહીશો દ્વારા વારંવાર વલસાડ નગરપાલિકા ને જાણ કરવા છતાં પાલિકા માં બેસેલ જાડી ચામડીના અધિકારી ને કઈ ફરક પડતો ન હોય તેવું દેખાય આવે છે કારણકે વારંવાર સ્થાનિક રહીશો દ્વારા પાલિકા કોર્પેરેટર, ડ્રેનેજ વિભાગમાં , લેખિત રજૂઆત કરવા છતાં આજ દિન સુધી કોઈ નિકાલ ન આવતા આખરે કંટાળેલ સ્થાનિક રહીશો દ્વારા મીડિયા સમક્ષ તેમની માંગ ઉચ્ચ અધિકારી સુધી પોહ્ચે અને વહેલી તકે નિકાલ આવે નહીતો તમામ સભ્ય ભેગામળી તમામ ડ્રેનેજ ના ખાળકૂવા પુરી નાખવાની ચીમકી આપી હતી.