ટ્વિટર પર સૌથી પ્રભાવશાળી લોકોની યાદીમાં પ્રધાનમંત્રી નરેન્દ્રમોદી બીજા નંબર પર છે.અમેરિકા ના સિંગર ટેલર સ્વિફ્ટ પેહલા નંબર પર છે.કન્ઝયૂમર ઈન્ટેલિજન્સ કંપની બ્રાન્ડવોચે વર્ષના રિસર્ચ પરથી આ સૂચિ તૈયાર કરી છે. એમાં પ્રધાન મંત્રી મોદીને પ્રભાવશાળી માણસ તરીકે રજુ કરાયા છે.એટલે એમ કહી શકાય કે ટ્વિટર પર વૈશ્વિક સ્તરે હજુ સુધી કોઈ નેતા ટકી શક્યા નથી.
આ સૂચીમાં સચિન તેંડુલકરનું નામ છે.રસભરેલી વાત એ છે કે સૂચીમાં સચિને અમેરિકાના અભિનેતા ડ્વેન જહોનસન, લિયોનાર્ડો ,ડિક્રેપ્રિયો અને અમેરિકાની પૂર્વ પ્રથમ મહિલા મિશેલ ઓબામા સાથે બીજી હસ્તીઓને પાછળ મુક્યા છે .કંપનીએ કહ્યું કે સચિન હંમેશા નબળા લોકો માટે આગળ આવે છે તેના સિવાય તેમના સહયોગી બ્રાન્ડના પ્રાસંગિક પ્રભાવશાળી અભિયાનના પગલે તેમના ચાહકો વધ્યા છે.
ક્રિકેટ ટીમ ભારત ના પૂર્વ કેપ્ટન રાજ્યસભા સાંસદ રહેલા સચીન એક સમયથી યુનિસેફ સાથે સંકળાયેલા છે. સચિનને 2013માં દક્ષિણ એશિયાના રાજદૂત તરીકે ચૂંટાયા હતા. સચિન તેંડુલકરે ગ્રામીણ અને શહેરી ભારત બંનેમાં સ્વાસ્થ્ય , શિક્ષણ અને રમતમાં સમર્થન કર્યું છે. ક્રિકેટમાં સચિન ને અનેક રેકોર્ડ બનાવ્યા છે. જેને તોડવું અઘરું લાગી રહ્યું છે.
‘બ્રાન્ડવોચ’ની સૂચીમાં અભિનેત્રી પ્રિયંકા ચોપડાના પતિ નિક જોનાસ, નિકી મિનાઝ, બેયોન્સે,લુઈસ ટોમલિન્સન, બ્રુનો માર્સ, લિયામ પાયને અને તાકાફુમી હોરીને પણ સામેલ કરાય છે. મળેલી વિગત મુજબ આ સુચિમાં 60 ટકા પુરુષો અને 35 ટકા મહિલાઓ છે. આ સુચીમાં 65ટકા લોકો અમેરિકાથી જયારે 10 ટકા લોકો બ્રાઝીલ થી છે.