સ્થાનિક શેરબજારમાં આજે ટ્રેડિંગની શરૂઆત લાલ નિશાન સાથે થઈ છે. આજે બજારની શરૂઆતમાં બીએસઈનો 30 શેરનો ઈન્ડેક્સ સેન્સેક્સ 60,879 પર ખુલ્યો હતો અને એનએસઈનો 50 શેરનો ઈન્ડેક્સ નિફ્ટી આજે 17,885 પર ખુલ્યો હતો. સેન્સેક્સ અને નિફ્ટી શરૂઆતના કારોબારમાં ઘટાડાનાં લાલ નિશાન સાથે કારોબાર કરી રહ્યાં છે.
તમને જણાવી દઈએ કે 14 ફેબ્રુઆરીએ સેન્સેક્સ 600 પોઈન્ટના ઉછાળા સાથે 61,032 પોઈન્ટ પર બંધ થયો હતો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 159 પોઈન્ટના ઉછાળા સાથે 17,930 પોઈન્ટ પર બંધ થયો હતો.