સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે શુક્રવારે સ્પષ્ટ કહ્યું છે કે, નવેમ્બરમાં કાશ્મીર મુદ્દે કોઈ ચર્ચા નહીં થાય. યુકેના પ્રતિનિધિ અને સિક્યોરિટી કાઉન્સિલના હાલના અધ્યક્ષ કેરન પિયર્સે કહ્યું છે કે, હાલ દુનિયામાં અન્ય પણ ઘણી મુશ્કેલીઓ ચાલી રહી છે. જ્યાં સુધી કાશ્મીરનો સવાલ છે તો આ મહિને યુએનમાં આ વિશે કોઈ ચર્ચા કરવામાં આવશે નહીં.
હકીકતમાં યુએનના ટોપ 15 દેશોમાં નવેમ્બર માટે બ્રિટનના અધ્યક્ષને જવાબદારી સોંપવામાં આવી છે. આ દરમિયાન પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી છે. ત્યાં પ્રેસિડન્ટ પિયર્સને સીરિયાના પત્રકારે સવાલ કર્યો હતો કે કાઉન્સિલની અધ્યક્ષતાની જવાબદારી બ્રિટનને મળી છે. તો તેમના તરફથી કાશ્મીર વિશે કોઈ પણ પ્રકારની ચર્ચા કરવાનો પ્રસ્તાવ મળ્યો નથી.
સુરક્ષા પરિષદે તાજેતરમાં જ ચર્ચા કરી
પ્રેસિડન્ટ પિયર્સે કહ્યું- અધ્યક્ષ સમગ્ર દુનિયામાં ચાલતા મુદ્દાઓમાંથી એવા મુદ્દાઓની પસંદગી કરે છે જેને પહેલેથી સુરક્ષા પરિષદના આધાર પર શિડ્યુલ કરવામાં ન આવી હોય. તેમાં કાશ્મીરનો મુદ્દો સામેલ કરવામાં આવ્યો નથી. તાજેતરમાં જ સુરક્ષા પરિષદે આ મામલે ચર્ચા કરી હતી. ત્યારપછી સુરક્ષા પરિષદના કોઈ પણ સભ્યએ આ પ્રકારની મીટિંગની માંગણી કરી નથી.
અનુચ્છેદ 370 હટાવવાથી ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો
5 ઓગસ્ટે ભારત સરકારે જમ્મુ-કાશ્મીરથી અનુચ્છેદ 370 અને 35એને ખતમ કરી દીધી છે. ત્યારપછી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ઉભો થયો છે. પાકિસ્તાને આ મુદ્દાને યુએનએસસીમાં રાખ્યો છે. જ્યાં ચીન અને તુર્કીને સિવાય કોઈએ પાકિસ્તાનને સાથ આપ્યો નથી.
બીજી બાજુ ભારત દુનિયા સામે પહેલેથી જ સ્પષ્ટ કરી ચૂક્યું છે કે, કાશ્મીર મુદ્દો સંપૂર્ણ રીતે ભારત અને પાકિસ્તાનનો દ્વીપક્ષીય મુદ્દો છે. તેમાં અન્ય દેશની મધ્યસ્થતાની જરૂર નથી.