નવી દિલ્હીઃ કેન્દ્રીય બજેટની જાહેરાત પૂર્વે આજે શુક્રવારે સંસદમાં ઇકોનોમિક સર્વે રજૂ કરવામાં આવ્યો છે. નાણાંપ્રધાન નિર્મલા સિતારમને સંસદમાં આર્થિક સર્વે રજૂ કર્યો છે.
આજે લોકસભામાં રજૂ કરાયેલા ઇકોનોમિક સર્વેમાં આગામી નાણાંકીય વર્ષ 2021-22 દરમિયાન ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી)માં 11 ટકાની વૃદ્ધિ થવાનો અંદાજ છે. જ્યારે ચાલુ નાણાંકીય વર્ષ 2020-21 દરમિયાન દેશના વિકાસદરમાં 7.7 ટકાના સંકચોનની અંદાજ વ્યક્ત કર્યો છે.
ઇકોનોમિક સર્વેમાં જણાવાયુ છે કે, કોરોના મહામારીના કટોકટી દરમિયાન ભારતના કૃષિ ક્ષેત્રે પ્રોત્સાહક પ્રગતિ કરી છે.
ઉલ્લેખનિય છે કે, કોરોના મહામારીને રોકવા માટે ભારતમાં 25મી માર્ચ, 2020ના રોજ દેશવ્યાપી લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી. તેને પગલે દેશભરમાં આવશ્યક સેવાઓ સિવાયની મોટાભાગની આર્થિક ગતિવિધિઓ અટકી ગઇ હતી અને તેને પગલે એપ્રિલથી જૂન 2020ના ત્રિમાસિક ગાળામાં દેશના વિકાસદરમાં 23.9 ટકાનો ઐતિહાસિક ઘટાડો નોંધાયો છે. જો કે ત્યારબાદના તબક્કાવાર છુટછાટ અપાતા સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રિકવરી જોવા મળી હતી.
નોંધનિય છે કે, આગામી 1લી ફેબ્રુઆરી, 2020ના રોજ સંસદમાં કેન્દ્રીય બજેટ રજૂ કરવામાં આવશે. તેમાં અર્થતંત્રને વેગ આપતા પગલાંઓની જાહેરાત થવાની અપેક્ષા છે.
લોકસભાની મુદત 1 ફેબ્રુઆરી 11 સુધી મુલતવી બજેટ સત્રના પહેલા દિવસે ભારે હંગામા વચ્ચે ગૃહના ટેબલ પર આર્થિક સર્વે 2020-21 નો અહેવાલ મૂકાયા બાદ 1 ફેબ્રુઆરીના રોજ સવારે 11 વાગ્યા સુધી લોકસભાની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી. 1 ફેબ્રુઆરીએ નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ 2021-22નું સામાન્ય બજેટ રજૂ કરશે.