નવી દિલ્હી તા.3 : એક તરફ સરકાર દ્વારા દેશ ને ડિજિટલ બનાવની અને તેની પાછળ કરોડો ખર્ચ કરવાની વાતો કરે છે.જયારે અત્યાર સુધી માં 97 કરોડ સુધી નો ખર્ચ માત્ર ડિજિટલ ઇન્ડિયા ના નામ પર કરવામાં આવ્યો છે.ટૂંક માં વાત એટલી કે જ છે કે દેશ ની સામાન્ય પ્રજા ની સાથે સાથે દેશ ની રક્ષા માં ખડે પગે ઉભા રહેતા જવાન ની હાલત પણ એટલા પ્રમાણ માં સારી નજરે નથી આવતી.દેશ ના જવાન પર ગર્વ કરવા વાળી વાત તો એ છે કે તેમને ઘણી વિપદા નો સામનો કરવો પડે છે તે છતાં પણ તેમણે અત્યાર સુધી માં ઉફ પણ નથી કર્યું.
આજે પ્રકાશ માં આવેલ કિસ્સો સહુ કોઈ ને વિચાર માં નાખી દે તેવો છે.10 ફૂટ ઊંડા બરફ માં દબાયેલો એક જવાન ની માતા નો શવ બહાર નીકળી ને તેના ખાબ પર લઇ જવા મજબુર હતો કારણ સરકાર તરફ થી મળતી સહાય નો અભાવ જે સરકાર ની સાથે સામાન્ય માણસ ને પણ શરમ માં મૂકી દે છે.મોહમ્મદ અબ્બાસ ખાન નામના જવાન ની માતા નું નિધન પઠાનકોટ ખાતે 28 જાન્યુઆરી એ થયું હતું.અબ્બાસ ને ઈછા હતી કે તેમની માતા નું શવ તેમના ગામ માં દફનાવે જે એલઓસી ખાતે સ્થિત હતું.
જયારે તે ગાડી ના માધ્યમ થી જમ્મુ કાશ્મીર માં પહોંચ્યા ત્યારે તેમને આશા હતી કે સેના નું હેલિકોપ્ટર તેમને મદદે આવશે પરંતુ તેની આશા પર પુર્ણવીરહામ લાગી ગયું તેમને કોઈ પણ જાત ની મદદ સેના દ્વારા આપવામાં આવી નહિ.તેમને ઘણી જગ્યા પર સેના ના ઉચ્ચ અધિકારી સાથે મદદ વિષે વાત કરી પરંતુ તેમને માત્ર થોડું ઘણું આશ્વાસન આપી ને તગેડી મુકવામાં આવ્યા,ત્યાં સુધી માં ચિત્રકોટ થી અબ્બાસ ના થોડા ઘણા સાગા સંબંધી આવી અને થોડા મજૂરો ની સાથે અબ્બાસ તેમના ગામ સુધી પહોંચી ચુક્યા હતા.જ્યાં તેમને ગામ વાળા એ થોડું ઘણું ખાવા આપી ને મદદ કરવામાં આવી હતી.
અબ્બાસ સેના ની સામે મદદ માંગતા રહ્યા પરંતુ તેમને માત્ર આશ્વાસન જ મળ્યું સેના ના અધિકારી દ્વારા જણાવામાં આવ્યું હતું કે તેમને હેલિકોપ્ટર આપવામાં આવ્યું હતું પરંતુ હેલિકોપ્ટર પોહ્ચે તે પેહલા જ અબ્બાસ ત્યાંથી નીકળી ગયા હતા 10 કલાક માં 30 કિલોમીટર ની યાત્રા કરી ને તે થોડા આગળ પોહ્ચ્યા જયારે બાકી ના 22 કિલોમીટર તે રસ્તા પર આવતી જતી ગાડીઓ પાસે લિફ્ટ માંગી ને પુરા કરવા પડ્યા હતા.