કર્ણાટકથી શરૂ થયેલો હિજાબ વિવાદ હવે ઉગ્ર સ્વરૂપ લઇ રહ્યો છે આ વિવાદ હવે સમગ્ર દેશમાં ધીમે-ધીમે ફેલાઈ ગયો છે. દરરોજ શાળા અને કોલેજીસમાં હિજાબ પહેરવાના સમર્થન અને વિરોધમાં નિવેદનોનો મારો થઈ રહ્યો છે. આ બધા વચ્ચે ભાજપના નેતા અને ભોપાલના સાંસદ પ્રજ્ઞા સિંહ ઠાકુરે બુધવારે આ મામલે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, મદરેસાઓ અને ઘર સિવાય જો શૈક્ષણિક સંસ્થાઓમાં હિજાબ પહેરવામાં આવશે તો તે સહન નહીં કરવામાં આવે.ભોપાલ ના સાંસદ પ્રજ્ઞા સિંહ ઠાકુર ના આ નિવેદનથી વિવાદ ઊભો થયો છે તેમણે કહ્યું કે, હિંદુઓ નારીની પૂજા કરે છે અને તેમને ખરાબ નજરે નથી જોતા. તેમણે એક મંદિરમાં આયોજિત કાર્યક્રમ દરમિયાન આ વાત કરી હતી. પ્રજ્ઞા ઠાકુરે કહ્યું હતું કે, ‘તમારા પાસે મદરેસા છે. જો તમે ત્યાં (મદરેસાઓમાં) હિજાબ પહેરો છો કે ખિજાબ (વાળનો રંગ) લગાવો છો તેનાથી અમને કંઈ જ લાગતું-વળગતું નથી. ત્યાં તમે આ પહેરવેશ પહેરો અને તમારા અનુશાસનનું પાલન કરો. પરંતુ જો તમે દેશની શાળાઓ અને કોલેજીસનું અનુશાસન ખરાબ કરશો તથા હિજાબ અને ખિજાબ લગાવશો તો એ સહન નહીં કરવામાં આવે.’
