હવે વેક્સિનના કામમાં પણ મોટી છેતરપિંડી સામે આવી રહી છે. મુશ્કેલ સમયમાં એવી ટોળકીઓ એક્ટવી થઇ ગઈ છે કે જેમની જનાર તમારા બેન્ક ખાતા અને તેમાં જમા રકમ પર છે. તેમને સેજ પણ એ વાતથી ફરક નથી પડી રહ્યો કે લોકો કોરોનાથી મરી રહ્યા છે. સારવારમાં લોકોની જીવનભરની જમા બચત ખર્ચાઈ રહી છે. આ ટોળકીને ખબર છે કે લોકો જીવ બચાવવા માટે કઈ પણ કરી શકે છે. તેમણે કોઈપણ સંજોગોમાં વેક્સિન લેવા માંગે છે. એટલે જે વેક્સિન સાથે સંકળાયેલ એક છેતરપિંડી મોબાઈલ ફોન પર ચલાવવામાં આવી રહી છે. મોબાઈલ પર ફેક વેક્સિન રજીસ્ટ્રેશન વાળા મેસેજ ફોરવર્ડ કરવામાં આવી રહ્યા છે જેનાથી ચેતવણી જરૂર છે.
આ ફેક મેસેજીસ એન્ડ્રોઇડ મોબાઈલ ફોન પર જોવા મળી રહ્યા છે અને આઈફોન પર એવી કોઈ ફરિયાદ નથી. આશંકા છે કે લોકોની કોન્ટેક્ટ છે. ત્યારબાદ છેતરપિંડીના મેસેજ આવી રહ્યા છે. સરકારની સાયબર સિક્યોરિટી એજન્સીએ આવા મેસેજને લઈને લોકોને સાવધાન કર્યા છે. આ મેસેજ નુકશાનકારક છે અને તેના 5 વેરિયંટ જોવા મળી રહ્યા છે. મેસેજમાં એક એપ શેર કરવામાં આવી રહી છે અને કહેવામાં આવી રહયું છે કે લોકો વેક્સિન માટે અહીં રજીસ્ટર કરી શકે છે. આ એપ લિંક પર રજીસ્ટ્રેશન કરવું ખતરનાક હોઈ શકે છે. કારણકે તેનાથી તમારી સંવેદનશીલ જાણકારી આધાર શકે છે.
શું કહ્યું CERT-in
આ મેસેજની જાણકારી સરકારી સાયબર સિક્યોરિટી એજન્સી કોમ્પ્યુટર ઇમર્જન્સી રિસ્પોન્સ ટીમ અથવા CERT-In એ આપી છે. આ મેસેજમાં એક લિંક છે જેના વડે એક ફેક મોબાઈલ એપ ડાઉનલોડ કરવાની સલાહ આપવામાં આવે છે. આ લિંક એન્ડ્રોઇડ ફોન માટે બનાવવામાં આવી છે. આ એપની લિંક મોકલવામાં આવી રહી છે. તેનો અર્થ એ થયો કે કોન્ટેક્ટ લીસ્ટ ચોરી થઇ રહી છે.
CERT-In ભારત સરકારની સાયબર સિક્યોરીટી એજન્સી છે જે દેશને સાયબર સ્પેસમાં સુરક્ષા કરે છે. ફિશિંગ, હેકિંગ એટેક્સ અને ઓનલાઈન એટેક્સ સામે આ એજન્સી ખાસ કામ કરે છે.
ફેક મેસેજના 5 વેરિયંટ
આ ફેક એપને ઇન્સ્ટોલ કરતા તે યુઝરની કોન્ટેક્ટ લે છે અને ડેટ ચોરી થવાની પણ સંભાવના છે. લોકોના ફોનમાં તેના અનેક વેરિયંટ જોવા મળે છે. તેમાં, Covid19.apk; Vaci__Regis.apk; MyVaccin_v2.apk; Cov-Regis.apk and Vccin-Apply.apk. મુખ્ય છે. એન્ડ્રોઇડ એન્ડ્રોઇડ ફોન પર જો આવો મેસેજ આવે તો સાવધાન રહેવું જોઈએ અને કોઈ કોવિડ વેક્સિન નામે એપને ઇન્સ્ટોલ ન કરવી જોઈએ.
કોવિન પર જ કરો રજીસ્ટ્રેશન
સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે માત્ર સત્તાવાર સાઈટ કોવિન એપ અથવા આરોગ્ય સેતુ એપ પરથી જ કોવિડ વેક્સિન માટે રજીસ્ટ્રેશન થઇ રહ્યું છે.તેનો અન્ય કોઈ વિકલ્પ નથી. કોવિનનું પોર્ટલ એડ્રેસ http://cowin.gov.in આપવામાં આવ્યું છે જ્યાંથી તમે વેક્સીન માટે રજીસ્ટ્રેશન કરી શકો છો.