સુડાનના બે હરીફ જનરલો વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે હવાઈ હુમલામાં ઓછામાં ઓછા 22 લોકોના મોત નિપજ્યા છે.
સુદાનના બે હરીફ જનરલો વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે હવાઈ હુમલામાં 22 લોકોએ જીવ ગુમાવ્યો છે. સમાચાર એજન્સીએ સ્વાસ્થ્ય અધિકારીઓને ટાંકીને આ માહિતી આપી છે.
માહિતી અનુસાર, હવાઈ હુમલો રાજધાની ખાર્તુમની પડોશમાં આવેલા શહેર ઓમદુરમનના રહેણાંક વિસ્તારમાં થયો હતો.