નવી દિલ્હી: યુદ્ધ જેવી કોઈ પણ આકસ્મિક સ્થિતિનો સામનો કરવા માટે ભારતે મોટા પગલાં લેવાની શરુઆત કરી દીધી છે. પાછલા 2-3 મહિનામાં સરકારે યુદ્ધ સામગ્રીને લગતી 20 હજાર કરોડની ઈમર્જન્સી ડીલ્સ ફાઈનલ કરી છે. સરકાર સુનિશ્ચિત કરવા માંગે છે કે, શોર્ટ નોટિસ પર પણ ફોર્સના ફાઈટર્સ, ટેન્ક્સ, ઈન્ફર્ન્ટ્રી અને વૉરશિપ યુદ્ધ તૈયાર થઈ જાય. રક્ષા મંત્રાલયના સૂત્રો પ્રમાણે, આની પાછળનો હેતુ સુનિશ્ચિત કરવાનો છે કે ભારતીય સેનાને ઓછામાં ઓછા 10 દિવસ સુધી હથિયારોની અછત ન પડે. સરકારે 2016માં થયેલા ઉરી આતંકી હુમલા પછી રશિયા, ઈઝરાયેલ અને ફ્રાન્સ સાથે નવા કરાર ઝડપથી ફાઈનલ કર્યા છે.
સરકારે ત્રણ સેનાઓના વાઈસ ચીફની અધ્યક્ષતા વાળી કમિટીઓની રચના કરી છે. આ કમિટીઓને ઈમર્જન્સીની સ્થિતીમાં વિશેષ નાણાંકીય અધિકાર આપવામાં આવ્યા છે, જેનાથી સેનાના ભંડારમાં કોઈ પણ કમી ન રહે. જો કે 2017-18ના સામાન્ય બજેટમાં નવા મિલિટ્રી પ્રોજેક્ટ્સની અલગથી વાત કરવામાં નથી આવી, પણ 86,488 કરોડ રુપિયાના ફંડથી આર્મી પોતાની જરુરિયાત પુરી કરી રહી છે. ભારતીય વાયુસેનાએ 9200 કરોડ રુપિયાના 43 કોન્ટ્રાક્ટ સાઈન કર્યા છે. આ સિવાય આર્મીએ રશિયાની કંપનીઓ સાથે 10 કોન્ટ્રાક્ટ્સ સાઈન કર્યા છે. એક સૂત્રના જણાવ્યા પ્રમાણે, નવી ઈમર્જન્સી ડીલ્સ પછી આર્મી ફોર્સીસ કોઈ પણ આતંકી હુમલા પછી હથિયારોની તંગી વાળી લિસ્ટ નહીં બતાવી શકે. સેનાએ રશિયાની કંપનીઓ સાથે 5800 કરોડ રુપિયાના 10 કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ કરાર અંતર્ગત APFSDS માટે 125 એન્જિન અને ટી-20 તેમજ ટી-72 ટેન્ક માટે ગોળા ખરીદવામાં આવશે. ઉલ્લેખનીય છે કે સરકાર દ્રારા થયેલી આ ઈમરજન્સી ખરીદી સેનાને ઘણી તાકાત મળશે.