નવી દિલ્હી તા.30 : નોટબંધી પછી આતુરતા થી રાહ જોઈ રહેલા લોકો ની પ્રતીક્ષા નો આખરે અંત આવી ગયો છે.દેશ ની રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા બચત ખાતા માંથી રૂપિયા ઉપાડવાની લિમિટ પર થી પ્રતિબંધ ને આખરે હટાવી દેવામાં આવ્યો છે.આ નિર્દેશ આરબીઆઇ ને વેબસાઈટ પર કરવામાં આવ્યો હતો જેમાં જણાવ્યું હતું કે તમામ બચત ખાતા અને કરંટ એકાઉન્ટ માંથી રૂપિયા ઉપાડવાની મર્યાદા પરથી પ્રતિબંધ ને હટાવી લેવાયો છે.
તેમજ આગળ ની લિમિટ ને 1 ફેબ્રુવારી 2017 ના દિવસે હટાવી લેવામાં આવશે.બચત ખાતા ની લિમિટ ને હાલ પૂરતી અને થોડા સમય પૂરતી સ્થગિત રાખવામાં આવી છે.પ્રાપ્ત વિગત અનુસાર આ નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો છે કે આરબીઆઇ હવે બેંકો સુધી નોટ પોહ્ચાડવામાં સફળ રીતે કાર્ય કરી રહી છે.
8 નવેમ્બર ની નોટબંધી પછી આરબીઆઈ દ્વારા એટીએમ માંથી રૂપિયા ઉપાડવાની મર્યાદા પર પ્રતિબંધ લાદી દીધો હતો.અને તેની પાછળ નું કારણ હતું કે આરબીઆઇ ને ભય હતો કે અસામાન્ય રૂપે કેશ પૈસા ઉપાડવામાં આવશે.16 જાન્યુઆરી ના દિવસે આરબીઆઇ દ્વારા કેસ ઉપાડવાની લિમિટ પર વધારો કરવામાં આવ્યો હતો જેમાં 4500 થી લઇ ને 10,000 સુધી પ્રતિ દિન થયો હતો.તેમજ કરંટ ખાતા ની લિમિટ 50,000 થી 1,00,000 સુધી ની કરવામાં આવી હતી જે એક અઠવાડિયા ની હતી.