દેશમાં પોસ્ટ ઓફિસો માત્ર પત્રો મોકલવાનું કામ જ કરે છે તેવું નથી. પોસ્ટ ઓફિસ વિવિધ પ્રકારની બેંકિંગ સુવિધાઓ પણ પૂરી પાડે છે. પોસ્ટ ઓફિસમાં તમને બેંકની જેમ બચત ખાતું ખોલવાની સુવિધા મળે છે. તમે પોસ્ટ ઓફિસમાં ફક્ત 50 રૂપિયાથી બચત ખાતું ખોલી શકો છો. પોસ્ટ ઓફિસ બચત ખાતા પર 4 ટકાવ્યાજ ચૂકવે છે.
પોસ્ટ ઓફિસની ઘણી બધી યોજનાઓ એવી છે કે જે લોકો માટે ખૂબ ફાયદાકારક પુરવાર થઈ છે. પોસ્ટ ઓફિસ બેન્કિંગ સુવિધાઓ પણ પૂરી પાડે છે. તે ઘણા ઓછા લોકોને ખબર છે. આજે અમે તમને એક એવી યોજના વિશે જણાવી શું જેમાં તમને ઓફિસ પોસ્ટ તરફથી વધુ વ્યાજ મળશે.
તેમજ બેંકથી મળનારી ખૂબ જ ખર્ચાળ સુવિધાને નજીવા ખર્ચે મેળવી શકશો. અમે વાત કરી રહ્યાં છીએ પોસ્ટ ઓફિસના બચત ખાતા વિશે. તમે આ સાંભળીને આશ્ચર્ય થશે કે પોસ્ટ ઓફિસમાં બચત ખાતું માત્ર 50 રૂપિયામાં જ ખુલે છે. તેમજ અન્ય બેંકોમાં મિનિમમ બેલેન્સ રૂપિયા 1500ની નજીક છે.
આ ખાતામાં તમારે માત્ર 50 રૂપિયાનું બેલેન્સ રાખવાનું હોય છે. પોસ્ટ ઓફિસનું સેવિંગ એકાઉન્ટ બેંકના બચત ખાતા જેવું છે. પોસ્ટ ઓફિસમાં બચત ખાતા સાથે ATM અને ચેકબુકની સુવિધા મળે છે આ સાથે જ આ ખાતામાં 4 ટકા વ્યાજ પણ મળે છે.
પોસ્ટ ઓફિસમાં ખાતુ ખોલાવવા માટે તમારે એક ફોર્મ ભરી અને KYC પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે. એકાઉન્ટ ખોલવા માટે તમારે આધાર કાર્ડ, રેશન કાર્ડ, પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાઇસન્સ, એડ્રેસ પ્રૂફ સાથે રાખવાના રહેશે. આ ઉપરાંત લેટેસ્ટ પાસપોર્ટ સાઇઝનો ફોટો અને સંયુક્ત ખાતામાં સંયુક્ત ખાતાધારકનો ફોટો રાખવાનો રહેશે.