નવી દિલ્લી તા 21 : નોટબંદી બાદ હવે સરકાર કેસલેસ ની દિશા તરફ આગળ વધવા માટે પ્રજા ને એક નવો ઝટકો આપ્યો છે જેમાં હવે કેશ થી પેમેન્ટ કરનાર પર વધારે ટેક્સ લાગી શકે છે મળતી વિગતો અનુસાર હવે કેશ થી પેમેન્ટ કરનાર પર સરકાર અડધા થી બે ટકા સુધી નો ટેક્સ લાગવાના મૂળ માં છે નવા ફોર્મ્યુલા હેઠળ નોટ ખર્ચ કરવા ઉપર આમ આદમી પર બોજો એટલા માટે નાખવામાં આવશે કે લોકો ડિજીટલ લેવડ-દેવડ તરફ વળે , નોટબંધી બાદ નાણા મંત્રાલય રોજેરોજ નવા નિયમો લાગુ કરી રહી છે. જુની રોકડ બદલવાથી લઇને વિવિધ જરૂરી સેવાઓમાં જુની નોટની સ્વીકાર્યતા સમાપ્ત કર્યા બાદ સોમવારે બેંકમાં રોકડ જમા કરાવવા પર નવા નિયમ લગાવાયા છે. આવતા ૧૦ દિવસોમાં એટીએમમાંથી રપ૦૦ અને બેંકમાંથી ર૪૦૦૦ ઉપાડવાની સીમા પણ સમાપ્ત થવાની છે.
સુત્રોના જણાવ્યા પ્રમાણે રોકડના ઉપયોગ પર ચાર્જ લગાવવાની રૂપરેખા પર નાણા મંત્રાલય અને નીતિ આયોગ વચ્ચે સહમતી બની છે. તેને લાગુ કરતા પહેલા પીએમઓના ટોચના ઓફિસરો સાથે ચર્ચા વિચારણા કરાશે. નાણા મંત્રાલય એવુ માનીને ચાલે છે કે , ૩૦મી પછી નોટ ઉપાડ પર લાગેલી સીમા સમાપ્ત થતા જ લોકો ફરી રોકડ તરફ ભાગશે કારણ કે તેઓને ડિજીટલ લેવડ-દેવડની ટેવ નથી. એવામાં રોકડના ઉપયોગ પર ચાર્જ લગાવી તેઓને હત્તોત્સાહીત કરાય તે જરૂરી છે. તેને બેંક , એટીએમ અને રોકડની લેવડ-દેવડ પર રખરખાઉ ચાર્જ , ઉપાડ ચાર્જ , ચુકવણા ચાર્જ કે વધારાના કર તરીકે લાગુ કરાશે. જે અડધા થી બે ટકા સુધી હશે.
સુત્રોનુ માનીએ તો સરકાર એક દિવસમાં પ૦ , ૦૦૦થી વધુના ઉપાડ પર ચાર્જ લગાશે. જો કોઇ વ્યકિત દિવસમાં અનેક વખત ટુકડે-ટુકડે આનાથી વધુ રકમ કાઢશે તો તેણે રખરખાઉ ચાર્જ આપવો પડશે. એટીએમમાં આ વ્યવસ્થા ર૪ કલાક ચાલુ રહેશે અને ૧પ૦૦૦નો ઉપાડ ચાર્જમુકત હશે. તેથી ઉપરના ઉપાડ પર ચાર્જ લાગશે. રોકડેથી સરકારી સેવા લેવાનુ પણ મોંઘુ પડશે અને ૧ લાખથી વધુની લેવડદેવડ પર વધારાનો ચાર્જ લેવાશે. સરકાર આ માટે જોરશોરથી તૈયારી કરી રહી છે. આ ઉપરાંત કેશલેસ પગાર પણ કરવો પડશે. કર્મચારીઓને પગાર ચેક અથવા ઇલેકટ્રોનીક માધ્યમથી આપવાના રહેશે. સરકાર બીલ લાવવાને બદલે આ અંગે વટહુકમ લાવશે.
લોકો કેશ પેમેન્ટ ન કરે તે માટે સરકાર એટીએમ અને બેંકમાંથી રોકડ ઉપાડ પર કેશ ટ્રાન્ઝેકશન ચાર્જ લગાવી શકે છે. રોકડ દ્વારા ચુકવણા પર પણ આવો ચાર્જ લાગ શે.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.