પટનાઃ બિહારમાં વિધાનસભા ચૂંટણીનું ત્રીજા તબક્કાનું મતદાન આજે પૂર્ણ થઇ ગયુ છે જો કે આ દરમિયાન એક દુઃખદ ઘટના બની છે. આજના ત્રીજા તબક્કાના વોટિંગ દરમિયા નજ એક ઉમેદવારના મોતના સમાચાર આવતા માહોલ ગમગીન બની ગયો છે. આ ઘટના મધુબનીની છે જ્યાં બેનીપટ્ટી વિધાનસભા ક્ષેત્રમાં અપક્ષ ઉમેદવાર નીરશ કુમાર ઝાનું અવસાન થયુ છે.
તેમની મોતનું કારણ કોરોના વાયરસ બન્યુ છે. પ્રાપ્ત માહિતી મુજબ અપક્ષ ઉમેદવાર નીરજ કુમાર ઝા છેલ્લા 10 દિવસથી કોરોના વાયરસની ઝપેટમાં આવતા તેની સારવાર માટે પટના એઇમ્સમાં દાખલ હતા. શનિવારે સારવાર દરમિયાન જ તેમનું અવસાન થયુ છે. કેવા કપરા સંજોગ છે કે જે દિવસે તેમનુ મૃત્યુ થયુ તે જ દિવસે તેમના વિધાનસભાના મત વિસ્તાર બેનીપટ્ટીમાં વોટિંગ ચાલી રહ્યુ હતુ. उनकी
બીજી બાજુ પૂર્ણિયામાં અસામાજીક તત્વોને ભગાડવા માટે ફાઇરંગના સમાચાર સામે આવ્યા છે. આ ઘટના ધમદાહા વિધાનસભા ક્ષેત્રના સતકોદરિયા ગામની છે જ્યાં બુથ નંબર 282 અને 283 પર વોટિંગ દરમિયાન કેટલાંક લોકોએ મોટો હોબાળો કર્યો હતો.
આ દરમિયાન ત્યાં તૈનાત કેન્દ્રીય પોલીસ દળના જવાનો દ્વારા ચાર રાઉન્ડ ફાઇરિંગ પણ કરાયુ હતુ. પોલીસે આ દરમિયાન કાર્યવાહી કરતા ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે.