ન્યુ દિલ્હી : ૧ જુન ૨૦૧૭ થી SBI દ્વારા અપાતી સેવાઓ માટે ચાર્જ ચૂકવવાની તૈયારી રાખજો જે મુજબ બેંક ખાતામાંથી કે ATM માંથી ગ્રાહક દ્વારા ઉપાડાતા નાણાં ઉપર ચાર્જ ચૂકવવો પડશે. ફાટેલી નોટો બદલવા માટે પણ પાંચ હજાર રૂપિયાથી વધારાના ટ્રાન્ઝેકશન માટે ચાર્જ વસુલ કરાશે.
આવતીકાલ ૧ જુનથી અમલી બનનારા ચાર્જ મુજબ બેંક ખાતામાંથી નાણાં ઉપાડવા માટેના પ્રથમ ૪ ટ્રાન્ઝેકશન ફ્રી રહેશે. ત્યારે પછીના દરેક ટ્રાન્ઝેકશન દીઠ ૫૦ રૂપિયા સર્વિસ ચાર્જ પેટે વસુલાશે. ઉપરાંત લ્ગ્ત્ સિવાયની અન્ય બેંકનાખ્વ્પ્ માંથી નાણાં ઉપાડનાર ગ્રાહકે ૨૦ રૂપિયા ચાર્જ ચૂકવવો પડશે. જે તેના ખાતામાં ઉધારી દેવાશે. તેમજ લ્ગ્ત્ ના પોતાના ખ્વ્પ્ માંથી નાણાં ઉપાડવા બદલ ટ્રાન્ઝેકશન દીઠ ૧૦ રૂપિયા વસુલાશે. એટલું જ નહિં ઓનલાઈન સર્વિસ પણ ફ્રી નથી. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.