શેરબજારમાં આજે સવારે BSEમાં કંપનીના શેર રૂ.26.81ના સ્તરે ખૂલ્યા હતા. પરંતુ થોડી જ વારમાં તે રૂ.29ની ઇન્ટ્રા-ડે હાઈ પર પહોંચી ગયો હતો. તમને જણાવી દઈએ કે, સાંજે બજાર બંધ થવાના સમયે, 4.41 ટકાના વધારા સાથે, Spijetના એક શેરની કિંમત 27.94 રૂપિયાના સ્તરે આવી ગઈ હતી.
કંપનીએ આ ભાગીદારી પર કહ્યું છે કે તે મેન્ટેનન્સ ખર્ચમાં ઘટાડો જોશે. જેના કારણે એરલાઇનની એકંદર કામગીરી સુધરશે. કંપનીએ કહ્યું છે કે આગામી 2 થી 3 મહિનામાં પ્રથમ એન્જિનનો ઉપયોગ કરવામાં આવશે. કંપનીના એમડી અને ચેરમેન અજય સિંહે આ પ્રસંગે કહ્યું હતું કે ધીમે ધીમે પરંતુ અમે સાચી દિશામાં આગળ વધી રહ્યા છીએ.
હાલમાં જ સ્પાઇસજેટની હરીફ કંપની ગો એર એ નાદારી માટે અરજી કરી હતી. જે બાદ સ્પાઈસ જેટના શેરમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો. કંપની તેના 52 અઠવાડિયામાં 23 રૂપિયાના સ્તરે આવી ગઈ હતી. જણાવી દઈએ કે, સ્પાઈસ જેટનો 52 સપ્તાહનો હાઈ 52.40 રૂપિયા છે.