કોરોના વાઇરસના કારણે દેશના અમુક રાજ્યોમાં જ રીતે લોકડાઉન કરી દેવામાં આવ્યું છે તેને ધ્યાનમાં રાખીને 23 માર્ચથી દેશભરની બેંકોમાં બિન-આવશ્યક સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. ઇન્ડિયા બેંક એસોસિએશન (IBA)એ રવિવારે આ અંગે માહિતી આપી છે. આ સિવાય IBA એ બેંકોને કહ્યું છે કે, તેઓ સિલેક્ટેડ બેંક બ્રાંચને ખોલવાનો નિર્ણય કરે. કોરોના વાઇરસના ભયને જોતા બેંકોએ તેમના કર્મચારીઓની સંખ્યામાં 50% નો ઘટાડો કરી નાખ્યો છે.
ફક્ત આ સુવિધાઓ મળશે:
હવે તમામ બેંકોમાં કેશ ડિપોઝિટ અને ઉપાડ, ચેક ક્લિયરિંગ સુવિધાઓ, પૈસા અને સરકારી વ્યવહારો જ કરવામાં આવશે. આ સિવાયની અન્ય તમામ સુવિધાઓ બંધ કરી દેવામાં આવી છે. 23 માર્ચથી આ તમામ સુવિધાઓ તમામ બેંક શાખાઓમાં બંધ રહેશે. IBAએ તમામ તમામ ગ્રાહકોને અપીલ કરી છે કે, જો કી ઇમરજન્સી પરિસ્થિતિ આવે તો જ વ્યક્તિ બેંકમાં જાય. કોરોના વાઇરસના કારણે બેંકોએ તેમના સ્ટાફની સંખ્યામાં 50% સ્ટાફ ઓછો કરી દીધો છે. જેથી, વાઇરસ ફેલાતો અટકે.
કેન્દ્રીય કેબિનેટે દેશમાં 10 બેંકોના મર્જરને મંજૂરી આપી છે. જાહેર ક્ષેત્રની 10 બેંકો (PSB) ને જોડીને ચાર જાહેર બેંકોની રચના કરવામાં આવશે. નાણા પ્રધાન નિર્મલા સીતારમણના જણાવ્યા મુજબ, બેંકોના મર્જરની પ્રક્રિયા 1 એપ્રિલ, 2020 સુધીમાં પૂર્ણ થઈ જશે. આ અંતર્ગત, ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ અને યુનાઇટેડ બેંક પંજાબ નેશનલ બેંક (PNB)માં મર્જ થશે. આ મર્જર પછી રચાયેલી બેંક દેશની બીજી સૌથી મોટી બેંક હશે. સિન્ડિકેટ બેંક, કેનેરા બેંકમાં મર્જ થઈ જશે. મર્જર પછી તે દેશની ચોથી મોટી બેંક બનશે. યુનિયન બેંક આંધ્ર બેંક અને કોર્પોરેશન બેંકમાં મર્જ કરશે. મર્જર પછી રચાયેલી બેંક દેશની પાંચમી સૌથી મોટી સરકારી બેંક હશે. મર્જર બાદ ઇન્ડિયન બેંક અને અલ્હાબાદ બેંક દેશની સાતમી સૌથી મોટી બેંક બનશે.