બિસ્કિટ બનાવનાર દેશની સૌથી મોટી કંપની પારલે પ્રોડકશનમાં ઘટાડો છતા 8,000-10,000 લોકોને નોકરીમાંથી છૂટા કરી શકે છે. કંપનીના કેટિગરી હેડ મયંક શાહએ જણાવ્યું કે,’અમે 100 રૂપિયા પ્રતિ કિલો અથવા તેનાથી ઓછી કિંમતવાળા બિસ્કિટ પર જીએસટી ઘટાડવાની માંગ કરી છે. સામાન્ય રીતે બિસ્કિટ 5 રૂપિયા અથવા તેનાથી ઓછી કિંમતમાં વેચાણ થાય છે. જોકે સરકારે અમારી માંગ નહી માની તો અમારે અમારી ફેક્ટરીઓમાં કામ કરનારા 8,000-10,000 લોકોને નોકરીમાંથી છૂટા કરવા પડશે. સેલ્સ ઘટવાથી અમને ભારે નુક્સાન થઇ રહ્યું છે.’
પારલેનાં શાહએ જણાવ્યું કે, વેચાણ ઘટવાનાં કારણે રિટેલર્સ પણ પ્રોડક્ટ ખરિદવાથી પાછા ફરી રહ્યા છે, તેમણે કહ્યું,’બિસ્કિટ પર વધુ GST લાગુ થવાના કારણે ગ્રાહકોની ડીમાન્ડ ઘટી છે. સરકાર આ માટે કોઇ પગલા નથી લઇ રહી, જેના કારણે સ્થિતિ વણસી ગઇ છે. અમારી પાસે ઘણા એવા બિસ્કિટ છે જે મધ્યમ અને ઓછી આવકવાળા જૂથના ગ્રાહકોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યા છે. તેઓ અમારા જેવી બ્રાન્ડનાં પ્યોર ગ્રાહકો છે. અમને આશા છે કે, સરકાર ડિમાન્ડને પાટા પર લાવવા માટે ટેક્સ સ્લેબમાં ઘટાડો કરશે,’ તમને જણાવી દઇએ કે, ઓછી કિંમતવાળા બિસ્કિટ ઓછા માર્જિન સાથે વેચવામાં આવે છે.