સૌથી વધુ એરક્રાફ્ટ ખરીદવાનાર દેશોમાં ભારત ત્રીજા ક્રમે પહોંચી ગયું છે. તાજેત્તરમાં ભારતે કરેલા એક હજાર એરક્રાફ્ટ ખરીદીના કરાર બાદ ભારત એરક્રાફ્ટની ખરીદીમાં ત્રીજા ક્રમે આવી ગયું છે. આમ હવે કોમર્શિયલ પેસેન્જર એરક્રાફ્ટ ખરીદવામાં માત્ર અમેરિકા અને ચીન જ ભારત કરતા આગળ છે.
એશિયા પેસેફિક એવિએશનના જણાવ્યા અનુસાર હાલ ભારતમાં લગભગ ૪૮૦ વિમાન છે. આ ઉપરાંત ૮૮૦ વિમાન ઓર્ડરમાં છે. જેમાના મોટા ભાગના વિમાનનો ઓર્ડર સ્પાઇસ જેટ અને ઇન્ડિગોના છે. આગામી સમયમાં જેટ એરવેઝ અને વિસ્તારા જેવી કંપનીઓ પણ વિમાન ખરીદવા માટે ઓર્ડર આપી શકે છે. જો કેઆ નવા વિમાન ભારતમાં આવતા દસ વર્ષ જેટલો સમય લાગશે. ૪૦૦ જેટલા વિમાન આગામી પાંચ વર્ષમાં જ ભારતને મળી જશે.મહત્વનું છે કેનવા વિમાન માટે આપવામાં આવેલ ઓર્ડરને લઇ આગામી સમયમાં સ્ટાર્ટ-અપ પણ ભારતીય માર્કેટમાં શરૂ થઇ શકે છે. જેમાં કતાર એરવેઝ પોતાના વિમાનનું નિર્માણ ભારતમાં શરૂ કરે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે. એવિએશન માર્કેટમાં થઇ રહેલ વિકાસને ધ્યાનમાં લઇને પર્યાપ્ત ઇન્ફ્રાસ્ટ્રક્ચર,સ્કિલ્ડ સંશાધનો અને એરક્રાફ્ટ ફાઇનાન્સની મોટા પ્રમાણમાં જરૂરત ઉભી થવાની શક્યતાઓ જાવામાં આવી રહી છે. જે ભારત માટે મોટો પડકાર માનવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત એરપોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ ભારત માટે એક મોટી પરેશાની બનશે.