લગભગ રોજ રાત્રે અમને એ ઓરડામાંથી એક બાળકીની ચીસો સંભળાતી હતી, એના આક્રંદના અવાજો સંભળાતા હતા, રાતભર એને ત્યાં લોકો આવતા જતા હતા પરંતુ અમે એમના કૌટુંબિક મામલામાં દખલ શી રીતે દઇએ એવું એક પાડોશીએ પોલીસને કહ્યું હતું. કેરળના મલપ્પુરમ વિસ્તારની છે, બે ઓરડાના ભાડાના ઘરમાં રહેતા એક દંપતીએ પોતાની 11-12 વર્ષની બાળકી પાસે વેશ્યાગીરી કરાવી હોવાના અહેવાલથી થરથરી જવાય એવું છે. છોકરીની સાવ નાજુક તબિયત જોઇને એક પાડોશીએ કોઇ એનજીઓને જાણ કરતાં આ રાક્ષસી ઘટના સામે આવી હતી.
પાડોશીઓ કહે છે કે અમે રોજ આ બાળકીની ચીસો સાંભળતા હતા પરંતુ અમે કંઇ કરી શકીએ એમ નહોતા. આ બાળકી એટલી તો ભોળી અને સરળ સ્વભાવની હતી કે એનજીઓ અને પોલીસ એેને શેલ્ટર હોમમાં લઇ જતા હતા ત્યારે પોતાની માતાને સંબોધીને એણે ધરના દરવાજે સૉરી અમ્મા એમ લખ્યું હતું.
છેલ્લાં બે વર્ષમાં ત્રીસથી વધુ યુવાનોએ એના પર રેપ કર્યો હતો એવું એણે પોતાને ઊગારનારી સંસ્થાને કહ્યું હતું. જો કે આ બાળકીએ એમ પણ કહ્યું હતું કે મારા પિતાને જેલની સજા ન થાય એ જો જો. કારણ કે મારા પિતા જેલમાં જશે તો અમારા પરિવાર પર આર્થિક સંકટ આવી પડશે.
એના ચૂંથાયેલા શરીરને જોઇને એનજીઓના સ્વયંસેવકો પણ ધ્રૂજી ઊઠ્યા હતા. આ બાળકી દસ વર્ષની થઇ ત્યારથી એના પર રેપ કરવાની શરૂઆત થઇ હતી એવું એની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું ઘરની નજીક આવેલી સ્કૂલમાં કાઉન્સેલિંગ શરૂ થયું ત્યારે આ બાળકીની દર્દનાક સ્થિતિની વાત પહેલીવાર પ્રગટ થઇ હતી.