12 વર્ષ પછી ફરી અેકવાર ધુણ્યુ બોફોર્સનું ભૂત, CBIએ દિલ્હી હાઇકોર્ટના નિર્ણયના લગભગ 12 વર્ષ પછી સમગ્ર કેસ ફરીથી ખોલવા માટે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવ્યો છે.
CBI દ્વારા આ પિટિશન ત્યારે દાખલ કરવામાં આવી જ્યારે એક દીવસ પહેલા એટર્ની જનરલ કેકે વેણુગોપાલે સ્પષ્ટ કર્યું હતું કે આ કેસ વિશે કોઈ પણ પ્રકારની અપીલ કરવાની જરૂર નથી.સમગ્ર બાબતમાં લાંબો સમય નીકળી જવાને કારણે હવે કોઈ મહત્વ રહ્યું નથી.અા પહેલાં ભારતીય જનતા પાર્ટીના સભ્ય અને વકીલ અજયકુમાર અગ્રવાલે હાઇકોર્ટના નિર્ણય સામે કેસ દાખલ કર્યો છે.
સીબીઆઈએ બોફોર્સ કૌભાંડ અંગે દેશની ટોચની અદાલતમાં અપીલ દાખલ કરી છે.બોફોર્સ કેસના આરોપીઓને દિલ્હી હાઈકોર્ટ દ્વારા મે 2005માં મુક્ત કરાયા હતા.બોફોર્સ કેસ 64 કરોડની દલાલી સાથે જોડાયેલ છે. બફોર્સ કેસ 1987માં સામે આવ્યો હતો.
તેમાંથી સ્વીડન પાસેથી તોપ ખરીદવાના સોદામાં લાંચ લેવાના આરોપોમાં તત્કાલીન વડાપ્રધાન રાજીવ ગાંધી અને દિવંગત ઇટાલિયન વેપારી ઓતાવીયો ક્વાત્રોકીના નામ ઉછળ્યા હતા.સીબીઆઇએ બોફોર્સ કેસમાં સુપ્રીમ કોર્ટમાં ખાસ મંજૂરીની અરજી દાખલ કરવાની વિનંતીને સરકારે મંજૂર કરવાની વિનંતી કરી છે.ત્યારબાદ સીબીઆઈએ સમગ્ર બાબતમાં સરકારે 2005માં તેના નિર્ણયો પર ફરીથી વિચારણા કરી હતી અને તેને કથિત કૌભાંડમાં એફઆઈઆર રદ કરવામાટે સુપ્રીમ કોર્ટમાં એક ખાસ પરવાનગી પિટિશન (એસએલપી) ફરિયાદ દાખલ કરવાની માગણી કરવામાં આવી હતી.
CBIએ લગભગ 12 વર્ષ એટલેકે ખુબજ લાંબા સમય પછી સમગ્ર કેસ ફરીથી ખોલવા માટે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવ્યો છે.