ભોપાલ માં ગણપતિ મુર્તિ વિસર્જન દરમિયાન બોટ અકસ્માતમાં માર્યા ગયેલા લોકોમાંથી અત્યાર સુધી 13 મૃતદેહો મળી આવ્યા છે. રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. પોલીસ પ્રશાસનના ઉચ્ચ અધિકારીઓ અને નેતાઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે. ત્યાં બોટ પર 20 લોકો સવાર હતા. આ અકસ્માત બોટ તૂટવાના કારણે બન્યો હતો. સરકારે મૃતકના પરિવારને 4-4 લાખ રૂપિયા વળતરની જાહેરાત કરી છે.
ભોપાલમાં બનેલી આ ઘટના બાદ શ્રધ્ધા અને આસ્થાના અવસરે આ તહેવાર પર શોક પ્રસરી ગયો હતો. બોટ અકસ્માતમાં માર્યા ગયેલા 13 લોકોના મૃતદેહો અત્યાર સુધી બહાર કાઢવામાં આવ્યા છે.પોલીસ-વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે હાજર છે, અત્યાર સુધીમાં 13 લોકોના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા છે અને ભોપાલમાં ગણપતિ પ્રતિમાના વિસર્જન દરમિયાન ખટલાપુરા ઘાટ પર આ ઘટના બની છે. વિસર્જન માટે ગયેલા લોકો સાથે ભરેલી બોટ પલટી ગઈ. જેમાં 13 લોકોનાં મોત નીપજ્યાં હતાં. બધાના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે બોટમાં 19 લોકો સવાર હતા.
આ અકસ્માત બપોરે 3 વાગ્યે બન્યો હતો. અકસ્માતનો ભોગ બનેલા લોકો 100 ક્વાર્ટર્સમાં રહેતા હતા. આ સમાચાર મળતાની સાથે જ કમિશનર, આઈજી, કલેક્ટર અને ડીઆઈજી સહિતના તમામ લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. એસ.ડી.આર.એફ.ના મુખ્ય મથકની સામે આ અકસ્માત સર્જાયો જ્યાં સામે જ એસડીઆરએફનું મુખ્ય મથક છે. મધ્યપ્રદેશ હોમગાર્ડનું મુખ્ય મથક છે. વર્ષ 2016માં પણ ભોપાલમાં આવી જ ઘટના બની છે. તે સમયે પણ ખટાલપુરામાં એક વિસર્જન ઘાટ પર બોટ તૂટી પડતાં 5 લોકોનાં મોત નીપજ્યાં હતાં. બર્થડે પાર્ટીની ઉજવણી કરતા લોકોથી ભરેલી બોટ પલટી ગઈ હતી. બોટમાં 9 લોકો હાજર હતા, જેમાંથી 5 ડૂબી ગયા હતા.