સ્વતંત્રતા દિવસ એટલે કે, 15 ઓગસ્ટનો દિવસ નજીક આવી રહ્યો છે. કોરોના મહામારી અને લોકડાઉનના કારણે આ વખતે ઉત્સાહ ઝાંખો પડેલો દેખાય છે. જો કે, આ વાતની ચર્ચા અત્યારથી જ થઈ રહી છે કે, લાલ કિલ્લા પરથી આ વખતે વડાપ્રધાન મોદી શું સંબોધન કરશે. શું વડાપ્રધાન મોદી આ વખતે કોઈ મોટી જાહેરાત કરશે. માનવામાં આવે છે કે, વડાપ્રધાન મોદી વન નેશન, વન હેલ્થ કાર્ડની જાહેરાત કરી શકે છે. જો આવુ થશે તો આ સૌથી મોટુ પગલુ હશે, જેને લઈને દેશના કોઈ પણ ખૂણામાંથી સારવાર લઈ શકાશે.
શું છે વન નેશન, વન હેલ્થ કાર્ડ
એક રીતે જોવા જઈએ તો, વન નેશન, વન હેલ્થ કાર્ડ યોજના દ્વારા દેશના તમામ નાગરિકોને એક પ્લેટફોર્મ પર લાવવાની કોશિશ હશે. ડિઝીટલ રીતે દેશના દરેક નાગરિકને હેલ્થ કાર્ડ ઉપલબ્ધ કરાવવામાં આવશે. જેમાં દરેક નાની મોટી બિમારીઓની સારવાર થશે. વધુ જાણકારી સમય સમયે અપડેટ થતી રહેશે. આ કાર્ડમાં એ પણ નક્કી હશે કે, કઈ બિમારીની ક્યા સારવાર કરાવી અને કેવી રીતે તપાસ કરાવવી.
શું દરેક લોકોને ફાયદો મળશે આ કાર્ડનો ?
આના માટે એક સર્વર બનાવવામાં આવશે. જેમાં ડોક્ટર્સ, ક્લિનીક અને હોસ્પિટલ સાથે જોડાયેલુ રહેશે. જો કે, આ યોજના એક વૈકલ્પિક હશે. એટલે કે, વ્યક્તિ અને હોસ્પિટલ પર નિર્ભર કરશે કે, તે આ સેવા સાથે જોડાવા માગે છે કે, નહીં. જે લોકો યોજનાનો ભાગ બનવા માગે છે તેને એક યુનિક આઈડી આપવામાં આવશે. આ આઈડી દેશના કોઈ પણ ખૂણામાં જઈ સારવાર કરાવી શકાશે. વ્યક્તિગત રીતે પણ લોગઈન કરીને જાણકારી મેળવી શકાશે.
વન નેશન, વન હેલ્થ કાર્ડના ફાયદાઓ
આ યોજના તબક્કાવાર લાગૂ કરવામાં આવશે. પ્રથમ તબક્કામાં આ યોજના અંતર્ગત 500 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. આ કાર્ડનો સૌથી મોટો ફાયદો એ છે કે, કોઈ પણ બિમારીનો દર્દી દેશના કોઈ પણ ખૂણે સારવાર માટે જશે, તો તેને કરાવેલા પાંચ રિપોર્ટમાંથી એક પણ સાથે લઈ જવાની જરૂર નથી, ડોક્ટર્સ તેના યૂનિક આઈડી દ્વારા આ માહિતી મેળવી લેશે કે કઈ બિમારી છે અને તેનુ સ્ટેટસ શું છે.