૧૯૯૩ મુંબઇ બ્લાસ્ટના આરોપી ડોન દાઉદ ઇબ્રાહીમના વિશ્વાસુ ફારૂક ટકલાની દુબાઇથી ધરપકડ કરી મુંબઇ લાવવામાં આવ્યો છે. ૧૯૯૩ બ્લાસ્ટ બાદ ૧૯૯પમાં ફારૂક વિરૂદ્ધ રેડ કોર્નર નોટિસ ઇશ્યુ કરવામાં આવી હતી.૧૯૯૩ બાદ ફારૂક ટકલો ભારતથી નાસી ગયો હતો. આજે સવારે જ એર ઇન્ડીયાની ફલાઇટથી તેને મુંબઇ લવાયો છે. ફારૂકને સીબીઆઇની ઓફીસે લઇ જવાયો છે જે પછી તેને ટાડા કોર્ટ સમક્ષ રજૂ કરાશે.
૧રમી માર્ચ ૧૯૯૩ના રોજ મુંબઇમાં એક પછી એક ૧ર બોંબ ધડાકા થયા હતાં અા સિરિયલ બોંબ બ્લાસ્ટમાં રપ૭ નિર્દોષ લોકોના મોત થયા હતાં અને ૭૦૦ને ઇજા થઇ હતી.મુંબઇ બ્લાસ્ટ પાછળ દાઉદ ઇબ્રાહીમનો હાથ હતો.
આપને જણાવી દઇએ કે દાઉદ ઇબ્રાહીમના ભાઇ ઇકબાલ કાસકર અત્યારે મુંબઇ પોલીસની કસ્ટડીમાં જ છે. મંગળવારના રોજ એક કોર્ટમાં સુનવણી દરમ્યાન કાસકરે કહ્યું હતું કે ધરપકડ પહેલાં તેની વાત દાઉદ સાથે થઇ હતી.
તેના પર જજે કહ્યું તો દાઉદનો નંબર આપી દે પરંતુ કાસકરે કહ્યું કે જેના પરથી ફોન આવ્યો હતો તે ફોન પર ડિસ્પ્લે થઇ રહ્યો નહોતો. જો કે કાસકર એ એમ પણ કહ્યું કે દાઉદ ભારત આવવા માંગતો હતો, પરંતુ તેની કેટલીક શરતો હતી જેને સરકારે માંગવાની ના પાડી દીધી હતી.