પિતૃપક્ષ 28 સપ્ટેમ્બર, શનિવારના દિવસે પૂર્ણ થશે. આ દિવસે અમાસ છે જેને સર્વપિત્તૃ અમાસ કહેવામાં આવે છે. પિતૃપક્ષની શરૂઆત પૂનમના દિવસે થાય છે અને અંત અમાસના દિવસે થાય છે. આ વર્ષે પિતૃપક્ષના છેલ્લાં દિવસે ખૂબ જ શુભ સંયોગ બની રહ્યો છે. પિતૃપક્ષના છેલ્લાં દિવસે શનિવાર અને અમાસનો સંયોગ 20 વર્ષ બાદ બની રહ્યો છે. આ પહેલાં આવો સંયોગ 1999માં બન્યો હતો. શનિ અને અમાસના આ શુભ સંયોગથી 28 સપ્ટેમ્બરે શનિ અમાસનું મહત્વ વધી ગયું છે. એવામાં તમે તમારા પિતૃઓની વિદાયને તમારા પરિવાર માટે શુભ બનાવી શકો છો.
1- પિતૃપક્ષનો છેલ્લો દિવસ અને શનિ અમાસના શુભ સંયોગમાં ગરીબ, અસહાયની સેવા કરવાથી કર્મદાતા દેવતા ભગવાન શનિ પ્રસન્ન થાય છે. આ સિવાય આ દિવસે પિતૃઓની વિદાયથી તેમના આશીર્વાદ મળે છે.
2- અમાસ અને શનિ અમાસના સંયોગનો વધારે ફાયદો ઉઠાવવા માટે આ દિવસે કાળા તલ, અડદ, ગોળ, બૂટ, કાપડ, જવ વગેરે વસ્તુઓ પિતૃઓને યાદ કરીને કોઇ જરૂરિયાત કે ગરીબ વ્યક્તિને દાનમાં આપો.
3- પિતૃપક્ષ અમાસના દિવસે પીપળાના વૃક્ષની વિશેષ પૂજા કરવી જોઇએ. એવી માન્યતા છે કે, પિતૃ શ્રાદ્ધ પક્ષ દરમિયાન પીપળાના ઝાડ પર પોતાનું નિવાસ સ્થાન બનાવે છે. શ્રાદ્ધના છેલ્લાં દિવસે પીપળાના પાન પર જળ અને પાંચ પ્રકારની મીઠાઈઓ રાખવી જોઇએ.
4- શ્રાદ્ધના છેલ્લાં દિવસે કીડી, ગાય અને કાગડાને ભોજન ખવડાવવું જોઇએ. આવું કરવાથી પિતૃગણ તૃપ્ત થાય છે અને પરલોક પાછા ફરે છે.