વિદેશી તહેવારો આપણી સંસ્કૃતિને ફિટ નથી થતા છતાં કેટલાક આવા તહેવારોની આડમાં બહાનું બનાવી પ્રેમની આડમાં શરીર સબંધ સુધી પહોંચી જતા હોય છે.
અગાઉ વેલેન્ટાઈન ડે માત્ર પ્રેમની અભિવ્યક્તિ માટે ગુલાબ,કાર્ડ કે કોઈ ગિફ્ટ આપવામાં આવતી હતી અને તેની ધૂમ ખરીદી થતી હતી પણ હવે જમાનો બદલાયો છે અને આ વખતે જે તારણો સામે આવ્યા છે તેમાં ગુલાબ,કાર્ડ કરતા કોન્ડોમ વધુ વેચાયા હોવાનો ધડાકો થયો છે અને વેલેન્ટાઈન વીકમાં જે રીતે પોતાના પાર્ટનર સાથે સેક્સ સંબંધો બનાવ્યા તે જોતા પ્રેમની વ્યાખ્યા બદલાઈ હોવાનું સપાટી ઉપર આવ્યુ છે.
નોર્થ આઈલેન્ડ અને ન્યૂઝીલેન્ડમાં 330 સ્ટોર અને 24 હજાર ફૂડી સ્ટોલ ધરાવતી અને સુપરમાર્કેટ ચેન ચલાવનારી કંપની Foodstuffs ના એક રિપોર્ટ મુજબ આ વર્ષે વેલેન્ટાઈન વીક દરમિયાન ફુલ અને ગિફ્ટ કરતા કોન્ડોમની ડિમાન્ડ વધુ રહી હતી.
આ સાથે પર્સનલ લુબ્રિકેન્ટના વેચાણમાં 61 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે.
2022માં ગિફ્ટ-ફૂલની વધુ ડિમાન્ડ હતી પણ 2023માં વેલેન્ટાઈન વીક દરમિયાન 22 ટકા કોન્ડોમનું જ વેચાણ વધુ થયું છે.
બીજી તરફ યૂએસ નેશનલ રિટેડ ફેડરેશન દ્વારા વેલેન્ટાઈન ડે વીક દરમિયાન હેલ્થ અને યૌન સંબંધો વધવાની શક્યતાઓને લઈ દર વર્ષે 13 ફેબ્રુઆરીએ International Condom Dayનું આયોજન કરવામાં આવે છે જેમાં મોટી સંખ્યામાં લોકો કોન્ડોમ ખરીદે છે.
પશ્ચિમી દેશોમાં કોન્ડોમ બનાવનારી કંપનીઓ હવે વેલેન્ટાઈન ડે આવતાજ ઘણા પ્રકારની ઓફર માર્કેટમાં મૂકે છે, જેનો મોટો પ્રતિસાદ મળી રહ્યો છે અને આ વર્ષે 14 ફેબ્રુઆરીએ કોન્ડોમનું ધૂમ વેચાણ થયું છે.
આ સિવાય ઓનલાઇન સામાન ડિલિવર કરનારી કંપની Blinkit ના ફાઉન્ડર અલબિંદર ઢીંડસા પ્રમાણે વેલેન્ટાઈન ડે પર કોન્ડોમનું વધુ વેચાણ થયું હોવાનું સ્વીકાર્યુ છે.
આમ,બદલાયેલા જમાનામાં પ્રેમની વ્યાખ્યા પણ બદલાઈ છે અને યુવક યુવતીઓ પ્રોફેશનલ બની ગયા છે અને લાગણીઓ કરતા પ્રોફેશનલ સેક્સને મહત્વ આપી રહ્યાનું ચિત્ર ઉપસી રહ્યું છે.