કોંગ્રેસ અધ્યક્ષ અને રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ ગુરુવારે સરકાર પાસેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા છેલ્લા ૩ વર્ષમાં કરવામાં આવેલી વિદેશ મુલાકાતો પર થયેલા ખર્ચની વિગતો માંગી હતી. આ મુદ્દે વિદેશ રાજ્યમંત્રી પાબિત્રા માર્ગરિટાએ રાજ્યસભામાં લેખિતમાં જણાવ્યું હતું કે, વર્ષ મે ર૦રર થી ડિસેમ્બર ર૦ર૪ દરમિયાન વડાપ્રધાન મોદીના વિદેશ પ્રવાસો પર કેટલો ખર્ચ થયો હતો.
રાજ્યસભામાં આપેલા જવાબ મુજબ ૩ર મહિનામાં તેમણે ૩૮ વિદેશયાત્રાઓ કરી હતી, જેમાં કુલ રપ૮ કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો. ને૫ાળ મુલાકાત દરમિયાન સૌથી ઓછો ૮૦,૦૧,૪૮૩ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યો હતો, જ્યારે કે જૂન ર૦ર૩ માં અમેરિકાની મુલાકાત દરમિયાન સૌથી વધુ રર,૮૯,૬૮,પ૦૯ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતાં.
વર્ષ ર૦રર માં વડાપ્રધાન મોદી મે મહિનામાં જર્મની, ડેન્માર્ક, ફ્રાન્સ, નેપાળ અને જાપાન ગયા હતાં. એ જ વર્ષે તેઓ જૂન મહિનામાં યુએઈ અને જર્મની, સપ્ટેમ્બરમાં જાપાન અને ઉઝબેકિસ્તાન તથા નવેમ્બરમાં ઈન્ડોનેશિયા ગયા હતાં.
વર્ષ ર૦ર૩ માં તેઓ મે મહિનામાં પાપુઆ ન્યુ ગિની, ઓસ્ટ્રેલિયા અને જાપાન ગયા હતાં. જૂનમાં અમેરિકા અને ઈજિપ્ત, જુલાઈમાં ફ્રાન્સ અને યુએઈ, ઓગસ્ટમાં દક્ષિણ આફ્રિકા અને ગ્રીસ, સપ્ટેમ્બરમાં ઈન્ડોનેશિયા તથા નવેમ્બર-ડિસેમ્બરમાં યુએઈ ગયા હતાં.
વર્ષ ર૦ર૪ માં તેઓ ફેબ્રુઆરી મહિનામાં યુએઈ અને કતાર, માર્ચમાં ભૂટાન, જૂનમાં ઈટલી, જુલાઈમાં ઓસ્ટ્રિયા અને રશિયા, ઓગસ્ટમાં પોલેન્ડ અને યુક્રેન, સપ્ટેમ્બરમાં બ્રુનેઈ, અમેરિકા અને સિંગાપોર, ઓક્ટોબરમાં લાઓસ અને રશિયા, નવેમ્બરમાં નાઈજિરિયા, બ્રાઝિલ અને ગુયાના તથા ડિસેમ્બરમાં કુવૈત ગયા હતાં.