કાશ્મીરના પુલવામા જિલ્લામાં એન્કાઉન્ટરમાં 3 આતંકીઓ ઠાર કરવામાં આવ્યા છે. તેમાં એક તલ્હા રાશિદ જૈશ-એ-મોહમ્મદના ચીફ મસુદ અઝહરનો ભત્રીજો હતો.આ એન્કાઉન્ટરમાં સેનાના એક જવાન શહીદ થયા છે અને એક સામાન્ય નાગરિક ઘાયલ થયો છે.
જમ્મુ-કાશ્મીરના પુલવામાં સુરક્ષાકર્મીઓ અને આતંકીઓ વચ્ચે ગોળીબાર ચાલુ છે, બંને તરફની ફાયરિંગમાં એક જવાન શહીદ થયો છે, જ્યારે એક સ્થાનિક ઈજાગ્રસ્ત થયો હતો. મળેલી માહિતીના આધારે સુરક્ષાકર્મીઓને મોટી સફળતા હાથ લાગી છે, જેમા આતંકી સંગઠન હિજબુલ મુજાઈદ્દિનના ટોપના કમાંડર ટાઈગરનું જવાનો દ્વારા ઘેરાવ કરવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર પુલવામાં હજુ 3 આંતકીઓ છુપાયા હોવાની આશંકા છે.
પુલવામાં અલગર કાંડી વિસ્તારમાં આતંકીઓ છુપાયેલા છે અને તેઓ મોટી ઘટનાને અંજામ આપી શકે તેવી પુરતી કોશિશ કરશે.. આ વિસ્તારમાં હિજબુલ આતંકી સમીર ટાઈગર પણ છુપાયેલો હતો, તેણે જવાનોએ ઝડપી પાડ્યો છે. હાલમાં જવાનો અને આતંકીઓ વચ્ચે ફાયરિંગ ચાલુ છે.