1760માં બનેલી એક જૂની હવેલીને એક મોટી બોટ પર મૂકીને કવીન્સટાઉન લઇ જવામાં આવી છે. હવે આ ‘ગેલોવે હાઉસ’ નીલી પરિવારની સંપત્તિ બની જશે. નીલી પરિવાર આવનારી પેઢી માટે એક હોમ કમિંગ ડેસ્ટિનેશન બનાવવા ઇચ્છતા હતા. નવું ઘર બનાવવાને બદલે તેમને જૂનું ઘર જ શિફ્ટ કરવાનું વધારે સારું લાગ્યું. આ ત્રણ માળનાં 8 લાખ પાઉન્ડ એટલે 3.62 લાખ વજનનાં ઘરને દરિયાઈ માર્ગે શિફ્ટ કરવાનો ખર્ચ એક મિલિયન ડોલર ( અંદાજે 7 કરોડ રૂપિયા) થયો છે.
પરિવારને સાથે લાવવા માટે ક્રિશ્ચિયન નીલીની માતાએ આ પ્લાન બનાવ્યો હતો. ઘરને શિફ્ટ કરવા માટે મંજૂરી લેવામાં 2 વર્ષનો સમય લાગી ગયો હતો. એક્સપર્ટ હાઉસ મૂવર્સની મદદથી મકાનને મોટી બોટ પર ઉતારવામાં આવ્યું હતું. દરિયાઈ માર્ગ સુધી ઘરને પહોંચાડવા માટે ઘરને બાય રોડ લઇ જવું પડે એમ હતું. જેમાં રોબોટિક ટ્રકનો ઉપયોગ થયો હતો અને તેમાં 150 પૈડા હતા. 80 કિલોમીટરની સફર પૂરી કરવામાં 14 દિવસનો સમય લાગ્યો.