રાષ્ટ્રીય અપરાધ રેકોર્ડ બ્યૂરો (NCRB)ના આંકડાઓ અનુસાર ભારતમાં 2019માં દરરોજ સરેરાશ 381 લોકોએ આત્મહત્યા (Suicide) કરી. આ રીતે આખા વર્ષમાં કુલ 1,39,123 લોકોએ પોતાનો જીવ લીધો. NCRBના આંકડાઓ અનુસાર, 2018ની સરખામણીએ 2019માં આત્મહત્યાના કેસમાં 3.4 ટકાનો વધારો થયો છે. ગત વર્ષે જ્યાં 1,39,123 લોકોએ આત્મહત્યા કરી, ત્યાં 2018માં 1,34,516 લોકોએ અને 2017માં 1,29,887 લોકોએ આપઘાત કર્યો. સુસાઇડના 49.5 કેસ ફક્ત પાંચ રાજ્યોમાં છે જ્યારે 50.5 ટકા કેસ 24 રાજ્યો અને 7 કેન્દ્ર શાસિત રાજ્યોમાં સામે આવ્યાં છે.ન્યૂઝ એજન્સી PTI અનુસાર, ભારતમાં પ્રતિ એક લાખની વસ્તીએ આત્મહત્યાનો દર 2018ની તુલનામાં આ વર્ષે 0.2 ટકા વધ્યો છે. શહેરોમાં સુસાઇડનો દર 13.9 ટકા રહ્યો, જે દેશભરના સુસાઇડ દર 10.4 ટકાથી વધુ છે. 2017માં 1 લાખ 29 હજાર 887, જ્યારે 2018માં 1 લાખ 34 હજાર 516 સુસાઇડ રેકોર્ડ નોંધાયા હતા. સુસાઇડના દરમાં (1 લાખની વસ્તીએ) પણ 2018ની તુલનામાં આ વર્ષે 0.2 ટકાનો વધારો નોંધાયો છે. શહેરોમાં સુસાઇડનો દર 13.9 ટકા રહ્યો, જે દેશભરમાં સુસાઇડના દર 10.4 કરતાં ઘણો વધુ છે.
વર્ષ 2019માં સૌથી વધુ આ રાજ્યોમાં થઇ આત્મહત્યા
રાજ્ય | આત્મહત્યા | કુલ કેસની ટકાવારી |
મહારાષ્ટ્ર | 18,916 | 13.6% |
તમિલનાડુ | 13,493 | 9.7% |
પશ્વિમ બંગાળ | 12,665 | 9.1% |
મધ્યપ્રદેશ | 12,457 | 9.0% |
કર્ણાટક | 11,288 | 8.1% |
100 લોકોમાં જાણો પુરુષ અને મહિલાની ટકાવારી
NCRBના ડેટા અનુસાર, તેમાંથી આત્મહત્યાઓના 32.4 ટકા કેસની પાછળ પારિવારિક વિવાદ કારણ હતુ. 5.5 ટકા સુસાઇડ પાછળ લગ્ન અને 17.1 ટકા સુસાઇડ પાછળ બિમારીને મુખ્ય કારણ જણાવવામાં આવ્યું. સુસાઇડ કરનાર દરેક 100 લોકોમાં 70.2 ટકા પુરુષ અને 29.8 ટકા મહિલો સામેલ હતી.
ઉત્તર પ્રદેશમાં 3.9 ટકા સુસાઇડ
ઉત્તર પ્રદેશમાં 3.9 ટકા સુસાઇડ ડેટામાં જણાવવામાં આવ્યું કે આ 5 રાજ્યોમાં દેશના કુલ સુસાઇડના 49.5 ટકા કેસ નોંધાયા. વસ્તીના આધારે ઘણા મોટા પ્રદેશ ઉત્તર પ્રદેશમાં આ દરમિયાન ફક્ત 3.9 ટકા સુસાઇડ રેકોર્ડ થયા. માસ અતવા ફેમિલિ સુસાઇડના સૌથી વધુ કેસ તમિલનાડુ (16), આંધ્રપ્રદેશ (14), કેરળ (11), પંજાબ (9) અને રાજસ્થાન (7) સામે આવ્યા છે.