લોકસભામાં હંગામો કરવા બદલ કોંગ્રેસના 4 સાંસદો પર કાર્યવાહી કરવામાં આવી છે અને તેમને સમગ્ર ચોમાસુ સત્ર માટે ગૃહની કાર્યવાહીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સસ્પેન્ડ કરાયેલા સાંસદોના નામમાં મણિકમ ટાગોર, રામ્યા હરિદાસ, ટીએન પ્રતાપન અને જ્યોતિમણિનો સમાવેશ થાય છે. લોકસભા સ્પીકર ઓમ બિરલાએ ચાર સાંસદો સામે કાર્યવાહી કરી છે.
લોકસભામાં મોંઘવારી મુદ્દે વિરોધ કરી રહેલા વિપક્ષી સાંસદોએ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. સ્પીકર ઓમ બિરલાએ કહ્યું કે હું સભ્યોને વિનંતી કરું છું કે તેઓ ગૃહમાં પોસ્ટર ન લાવે. સરકાર ચર્ચા માટે તૈયાર છે.