રોહીંગ્યા મુસલમાનો ને લઈને દેશમાં સુરક્ષાને લઈને ઉઠી રહેલા સવાલો વચ્ચે ઇન્ટેલિજન્સ એજન્સીની નવી રિપોર્ટ આવી છે. આ રિપોર્ટ ચોંકાવી નાખે તેવી છે. આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે પશ્ચિમ બંગાળના 24 પરગણા જિલ્લામાં 35 કરતા વધારે સંગઠન 40,000 રોહીંગ્યા મુસલમાનોને વસાવવા માટે ક્ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. મ્યાનમાર થી હજારોની સંખ્યામાં રોહીંગ્યા મુસલમાનો દેશ છોડીને નીકળી રહ્યા છે. આ મુસલમાનોને લઈને આખી દુનિયામાં ઘણી ચર્ચા થઇ રહી છે.
ઇન્ટેલિજન્સ એજન્સી રિપોર્ટ અનુસાર 35 કરતા વધારે એવા સંગઠન છે જેઓ 40,000 રોહીંગ્યા મુસલમાનોને વસાવવા માટે દેશ ભરથી પૈસા ભેગા કરી રહ્યા છે. ઇન્ટેલિજન્સ એજન્સી અનુસાર આ સંગઠનોએ છેલ્લા કેટલાક દિવસોમાં દેશની અલગ અલગ જગ્યા પર ગુપ્ત બેઠકો કરી છે.
એજન્સીઓ ને ભય છે કે રોહીંગ્યા લોકોની મદદ માટે ઘણી જગ્યા પર આ સંગઠનો પૈસા ભેગા કરી રહી છે અને તેમને ભારતની નાગરિકતા અપાવવા માટે માંગ કરી રહી છે. રોહીંગ્યા મુસલમાનોને લઈને ઇન્ટેલિજન્સ એજન્સી સતર્ક છે અને તેમને મદદ પહોંચાડવા માટે કામ કરી રહેલા સંગઠનો પર નજર બનાવી રાખી છે. મળતી જાણકારી મુજબ આવી જ કેટલીક જાણકારી ગૃહ મંત્રાલયને મોકલવામાં આવી છે.
છેલ્લા વર્ષે સપ્ટેમ્બરમાં કેન્દ્ર સરકાર તરફથી સુપ્રીમ કોર્ટમાં એક હલકનામું દાખલ કરવામાં આવ્યું હતું. જેમાં જણાવવામાં આવ્યું હતું કે આ મુસલમાન દેશની સુરક્ષા માટે ખતરો છે કારણકે તેમની સાથે ઘણા આતંકી સંગઠનોના તાર જોડાયેલા છે. કેન્દ્ર ઘ્વારા આગળ જણાવવામાં આવ્યું કે ઘણા રોહીંગ્યા મુસલમાનો પર પાકિસ્તાનની ખુફિયા એજન્સી આઈએસઆઈ અને આતંકી સંગઠન આઈએસઆઈએસ સાથે જોડાયેલા હોવાનો શક છે. એટલું જ નહીં પરંતુ કેટલાક રોહીંગ્યા મુસલમાનો તેવા આતંકી સંગઠનો સાથે સંપર્કમાં છે જેઓ ભારતના સંવેદનશીલ વિસ્તારોમાં હિંસા ફેલાવી રહ્યા છે.