ભારતમાં આજે પણ લોકો સેક્સ વિશે મુક્તમને ચર્ચા કરવાનું ટાળે છે. જો કે કેટલાક લોકોએ આ માનસિકતા બદલી પણ છે. એક સર્વે અનુસાર 2019માં લોકો પોતાની સેક્સ લાઈફ વિશે શું વિચારે છે તેના આશ્ચર્યજનક જવાબો જોવા મળ્યા છે. આ રિપોર્ટ અનુસાર 60 લોકો પોતાની સેક્સ લાઈફથી સંતુષ્ટ હોય છે. આ ઉપરાંત ભારતીય પુરુષ પોતાની પાર્ટનરની વર્જિનિટી માટે શું વિચારે છે તેના વિશે પણ આ સર્વેમાં ચોંકાવનારા પરિણામો જોવા મળ્યા. 10 છોકરીઓ સાથે રાતો વિતાવનાર યુવાનને પ્રેમિકા કે પત્ની તો વર્જિન જ જોઈએ છે.
ભારતમાં યુવતીની વર્જિનિટી આજે પણ ગંભીર વિષય છે. પુરુષો આજે પણ માને છે કે રિલેશનશિપમાં જોડાવા માટે યુવતીની વર્જિનિટી ખૂબ મહત્વની છે. વર્તમાન સમયમાં પણ ભારતમાં 53 % લોકો પોતાના પાર્ટનરની વર્જિનિટીને ગંભીરતાથી લે છે. આ બાબતમાં 82 % અમદાવાદી પુરુષો માને છે કે રિલેશનશીપ માટે યુવતીની વર્જિનિટી વધારે જરૂરી છે. જયપુરની સ્થિતિ પણ આ જ પ્રકારની છે. જયપુરમાં 81 % લોકો કહે છે કે તેમના માટે પાર્ટનરની વર્જિનિટી સૌથી વધારે મહત્વની છે. વર્ષ 2004 માં થયેલા સર્વેમાં જાણવા મળ્યું હતું કે 72 % યુવાઓએ કહ્યું હતું કે તે પોતાના માટે વર્જિન યુવતી જ ઈચ્છે છે. આ સર્વેમાં 4028 લોકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.