ભારત દ્વારા પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવની વચ્ચે પણ પાકિસ્તાન દ્વારા પુંછ વિસ્તારમાં સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. આ સીવાય ભારતીય વાયુસેનાએ ભારતની સરહદમાં પાકિસ્તાનના બે યુદ્ધ વિમાન દ્વારા ઘૂસણખોરી કરવામાં આવી હોવાની પુષ્ટિ કરી છે.
બોર્ડર નજીક ભારતીય વાયુસેનના રડાર પર ગઇ કાલે રાત્રે 2 પાકિસ્તાની લડાકૂ વિમાનને પકડી પાડવામાં આવ્યા હતા. આ વિમાન બોર્ડર નજીક પૂંછ વિસ્તારમાં આ લડાકૂ વિમાનને ભારતીય વાયુસેનાના રડાર પર જોવા મળ્યા હતા. આ બાબતે સરહદ પર ભારતીય સેનાને અલર્ટ કરી દેવામાં આવી છે.
પાકિસ્તાનના યુદ્ધ વિમાન એટલી ઝડપથી ઉડી રહ્યા હતા કે જેનાથી ક્ષત્રમાં ગોઠવામાં આવેલા સાઉંડ બેરિયર પણ તોડી પાડવામાં આવ્યા હતા. જેના કારણે વધારે અફરાતફરી ફેલાઇ ગઇ હતી. જોકે ભારતીય વાયુસેના દ્વારા પાકિસ્તાનની આ ઘૂસણખોરીને નિષ્ફળ બનાવી દેવામાં આવી છે.
અગાઉ પાકિસ્તાન દ્વારા પુંછ વિસ્તારમાં કરવામાં આવેલી ગોળીબારીમાં સ્થાનીય નાગરિકોને ભારે નુકસાન થયું હતું. પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલી આ નાપાક હરકતનો ભારતે જડબાતોડ જવાબ આપ્યો હતો. પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા ગોળીબારને કારણે બન્ને દેશ વચ્ચે સરહદ પર ચાલતા વેપારને બંધ કરી દેવામાં આવ્યો છે.
ભારત દ્વારા પાકિસ્તાન પર એર સ્ટ્રાઇક કરીને કડક શબ્દોમાં કહી દીધી હતું કે જો તેમના દ્વારા ફરી આ રીતની કોઇ હરકત કરવામાં આવશે તો દેશને ભારે પડશે, પરંતુ પાકિસ્તાન કઇ ભાષા સમજે છે એ જ નથી સમજાતું. હાલમાં બન્ને દેશો વચ્ચે ચાલી રહેલા તણાવની વચ્ચે પણ પાકિસ્તાન દ્વારા પુંછ વિસ્તારમાં સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે.