આજકાલ મોબાઈલ અને ઈન્ટરનેટ ના ઝડપી જમાનામાં હવે 4 G બાદ સરકાર ઝડપથી 5G સેવાઓ શરૂ કરવા જઈ રહી છે અને ઓક્ટોબર સુધી લોન્ચ થવાની વાતો ચાલી રહી છે.
5G ટેકનોલોજી લગભગ 5 મિલીસેકન્ડની લેટન્સી આપે છે જ્યારે 4G ટેકનોલોજી એ 30 મિલીસેકન્ડથી 100 મિલીસેકન્ડ સુધીની હોય છે.
5G ટેકનોલોજી ઝડપી રિસ્પોન્સ આપે છે પરિણામે આવનાર સમયમાં સેલ્ફ ડ્રાઇવિંગ વાહનો વધુ સલામત બની જશે, 4G નેટવર્કમાં ડાઉનલોડિંગ સ્પીડ 1 Gbpsને સ્પર્શી જાય છે, ત્યારે 5G નેટવર્કનું લક્ષ્ય તેનાથી દસ ગણું વધારે 10GBPSની મહત્તમ ડાઉનલોડ સ્પીડે થઈ જશે.
5G સેલ ટાવરની નજીક હોય તો 1GBPS સુધીની ઝડપી મોબાઇલ 5G ડાઉનલોડ સ્પીડ મેળવી શકાશે, દૂરના સ્થળોએ અથવા ઓફિસમાં ઇન્ડોર પર અથવા ઘરેથી કામ કરતા લોકો માટે, ઓછી-સંચાલિત નાના સેલ્યુલર બેઝ સ્ટેશનનો ઉપયોગ કરી શકાય છે, જે નેટવર્કની સેલ ઘનતામાં વધારો કરશે. આને કારણે, તે એક જ સ્થળે ઘણા ડિવાઈસને હેન્ડલ કરવાની ક્ષમતામાં વધારો કરશે, જે ભીડભાડવાળી ઇવેન્ટ્સ દરમિયાન પણ તમારા ફોનના ઉપયોગની સુવિધા આપશે.
આમ,5G નો યુગ આવતા લોકોની જીવન શૈલી બદલાશે ઝડપથી કામો થઈ શકશે,આખો યુગ બદલાશે અને ઓફિસના કામો ઝડપથી ઘરે બેઠા થઈ શકશે.
સ્વદેશી 5G ટેક્નોલોજીના વિકાસથી ભારત કોમ્યુનિકેશન ટેક્નોલોજી ક્ષેત્રે આત્મનિર્ભર બનીને સમગ્ર વિશ્વને નવી દિશા આપશે. જેમાં 5 થી 10 સેકન્ડમાં જ તમામ વાયરલેસ ડિવાઈસ કનેક્ટ થઈ શકશે.
આગામી સમયમાં કોમ્યુનિકેશન ટેક્નોલોજીની 5મી જનરેશનથી (5G) કૃષિથી લઈને તમામ પ્રકારના ઔદ્યોગીક ક્ષેત્રમાં મોટા પાયે પરિવર્તન જોવા મળશે.
સ્વદેશી 5જી ટેક્નોલોજીના વિકાસથી ઈન્ટરનેટની સ્પીડ વધવાની સાથે ટેકનોલોજીની નવી જનરેશનની પણ શરૂઆત થશે આમ નવી ટેકનોલોજી થી દરેક કામોમાં ઝડપ આવશે અને નવી જનરેશન અલગજ રીતે કામ કરતી હશે.