નવરાત્રિમાં શક્તિની ઉપાસનાનું વિધાન છે. 3જી ઓક્ટોબરે નવરાત્રિનો પાંચમો દિવસ છે. ભગવતી દુર્ગાની પાંચમી શક્તિનું નામ સ્કંદમાતા છે. નવરાત્રિના પાંચમા દિવસે તેમની પૂજા કરવામાં આવે છે. આ દિવસે ભક્તોનું મન વિશુદ્ધ ચક્ર ઉપર રહેતું હોય છે. સ્કંદ કુમાર (કાર્તિકેય) ની માતા હોવાને લીધે દુર્ગાજીના આ પાંચમા સ્વરૂપને સ્કંદમાતા નામ આપવામાં આવ્યું છે. તેમના ખોળામાં સ્કંદ બાળરૂપમાં વિરાજમાન છે. સ્કંદમાતા સૂર્યમંડળની અધિષ્ઠાત્રી દેવી છે. તેમની ઉપાસના કરવાથી સાધક અલૌકિક તેજ પ્રાપ્ત કરે છે. તે અલૌકિક પ્રભામંડળ પ્રતિક્ષણ તેમના યોગક્ષેમનું નિર્વહન કરે છે. એકાગ્રભાવથી મનને પવિત્ર કરીને માતાની સ્તુતિ કરવાથી દુઃખોથી મુક્તિ મેળવીને મોક્ષનો માર્ગ સુલભ થાય છે.
સ્કંદમાતાની કથા-
દુર્ગાપૂજાના પાંચમા દિવસે દેવતાઓના સેનાપતિ કુમાર કાર્તિકેયની માતાની પૂજા થાય છે. કુમાર કાર્તિકેયને ગ્રંથોમાં સનત-કુમાર, સ્કંદ કુમારના નામથી ઓળખવામાં આવે છે. માતા આ રૂપમાં પૂર્ણતઃ મમતા લુટાવતી જોવા મળે છે. માતા પોતાના બે હાથમાં કમળના ફૂલ ધારણ કરે છે અને એક હાથમાં ભગવાન સ્કંદ કે કુમાર કાર્તિકેયને ખોળામાં ધારણ કરે છે અને બીજા હાથેથી ભક્તો ઉપર આશીર્વાદ વરસાવે છે. સ્કંદ માતા જ હિમાલયની પુત્રી પાર્વતી છે તેમને જ મહેશ્વરી અને ગૌરીના નામે ઓળખવામાં આવે છે. દેવી સ્કંદમાતા પર્વતરાજની પુત્રી હોવાથી પાર્વતી કહેવાય છે. મહાદેવની વામિની અર્થાત્ પત્ની હોવાથી મહેશ્વરી કહેવાય છે અને પોતાના ગૌરવર્ણને લીધે દેવી ગૌરીના નામથી પૂજવામાં આવે છે. માતા પોતાના પુત્રને સૌથી વધુ પ્રેમ કરે છે આથી માતાને પોતાના પુત્રના નામની સાથે સંબોધિત કરવું સારું લાગે છે. જે ભક્તો માતાના આ રૂપની પૂજા કરે છે, માતા તેમના પુત્રની જેમ જ સ્નેહ લૂંટાવે છે.
સ્કંદમાતાની પૂજા વિધિ-
કુંડલિની જાગરણના ઉદ્દેશ્યથી જે સાધકો દુર્ગા માતાની ઉપાસના કરી રહ્યા હોય તેમની માટે દુર્ગાપૂજાનો આ દિવસ વિશુદ્ધ ચક્રની સાધનાનો હોય છે. આ ચક્રને ભેદન કરવા માટે સાધકને પહેલા માતાની વિધિવત પૂજા કરવી જોઈએ. પૂજા માટે કુશ અથવા કામળાનું પવિત્ર આસન પાથરીને બેસવું જોઈએ.
પાંચમા દિવસે માતાનો મંત્ર જાપ-
“सिंहासनगता नित्यं पद्माश्रितकरद्वया.
शुभदास्तु सदा देवी स्कन्दमाता यशस्विनी.
આ મંત્રજાપ પછી પંચોપચાર વિધિથી દેવી સ્કંદમાતાની પૂજા કરો. નવરાત્રિની પાંચમી તિથિએ ભક્તો જન ઉદ્યંગ લલિતાનું વ્રત પણ રાખે છે. આ વ્રતને ફળદાયક ગણવામાં આવ્યું છે. જે ભક્ત દેવી સ્કંદમાતાની ભક્તિભાવ સહિત પૂજા કરે છે તેને દેવીની કૃપા પ્રાપ્ત થાય છે. દેવીની કૃપાથી ભક્દની દરેક મુરાદ પૂરી થાય છે અને ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે.
સ્કંદમાતાનું ધ્યાન-
वन्दे वांछित कामार्थे चन्द्रार्धकृतशेखराम्।
सिंहरूढ़ा चतुर्भुजा स्कन्दमाता यशस्वनीम्॥
धवलवर्णा विशुध्द चक्रस्थितों पंचम दुर्गा त्रिनेत्रम्।
अभय पद्म युग्म करां दक्षिण उरू पुत्रधराम् भजेम्॥
पटाम्बर परिधानां मृदुहास्या नानांलकार भूषिताम्।
मंजीर, हार, केयूर, किंकिणि रत्नकुण्डल धारिणीम्॥
प्रफुल्ल वंदना पल्ल्वांधरा कांत कपोला पीन पयोधराम्।
कमनीया लावण्या चारू त्रिवली नितम्बनीम्॥
स्कन्दमाता का स्तोत्र पाठ
नमामि स्कन्दमाता स्कन्दधारिणीम्।
समग्रतत्वसागररमपारपार गहराम्॥
शिवाप्रभा समुज्वलां स्फुच्छशागशेखराम्।
ललाटरत्नभास्करां जगत्प्रीन्तिभास्कराम्॥
महेन्द्रकश्यपार्चिता सनंतकुमाररसस्तुताम्।
सुरासुरेन्द्रवन्दिता यथार्थनिर्मलादभुताम्॥
अतर्क्यरोचिरूविजां विकार दोषवर्जिताम्।
मुमुक्षुभिर्विचिन्तता विशेषतत्वमुचिताम्॥
नानालंकार भूषितां मृगेन्द्रवाहनाग्रजाम्।
सुशुध्दतत्वतोषणां त्रिवेन्दमारभुषताम्॥
सुधार्मिकौपकारिणी सुरेन्द्रकौरिघातिनीम्।
शुभां पुष्पमालिनी सुकर्णकल्पशाखिनीम्॥
तमोन्धकारयामिनी शिवस्वभाव कामिनीम्।
सहस्त्र्सूर्यराजिका धनज्ज्योगकारिकाम्॥
सुशुध्द काल कन्दला सुभडवृन्दमजुल्लाम्।
प्रजायिनी प्रजावति नमामि मातरं सतीम्॥
स्वकर्मकारिणी गति हरिप्रयाच पार्वतीम्।
अनन्तशक्ति कान्तिदां यशोअर्थभुक्तिमुक्तिदाम्॥
पुनःपुनर्जगद्वितां नमाम्यहं सुरार्चिताम्।
जयेश्वरि त्रिलोचने प्रसीद देवीपाहिमाम्॥
સ્કંદમાતાનું કવચ-
ऐं बीजालिंका देवी पदयुग्मघरापरा।
हृदयं पातु सा देवी कार्तिकेययुता॥
श्री हीं हुं देवी पर्वस्या पातु सर्वदा।
सर्वांग में सदा पातु स्कन्धमाता पुत्रप्रदा॥
वाणंवपणमृते हुं फ्ट बीज समन्विता।
उत्तरस्या तथाग्नेव वारुणे नैॠतेअवतु॥
इन्द्राणां भैरवी चैवासितांगी च संहारिणी।
सर्वदा पातु मां देवी चान्यान्यासु हि दिक्षु वै॥