થેન્ઝાવલ: આજે (શુક્રવાર, 26 નવેમ્બર) સવારે ભૂકંપના તીવ્ર આંચકાએ ઉત્તર-પૂર્વના ઘણા રાજ્યોને હલાવી દીધા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ભારત-મ્યાનમાર સરહદ નજીક મિઝોરમના થેન્ઝાવલ અને આસપાસના વિસ્તારોમાં વહેલી સવારે ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.1 માપવામાં આવી હતી.
ભૂકંપના આંચકા પાડોશી રાજ્યો ત્રિપુરા, મણિપુર અને આસામ તેમજ પશ્ચિમ બંગાળમાં પણ અનુભવાયા હતા. કોલકાતામાં પણ લોકોએ ભૂકંપના આંચકા અનુભવ્યા હતા. આ ભૂકંપના કારણે જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી.
એજન્સીના જણાવ્યા અનુસાર ભૂકંપનું કેન્દ્ર પડોશી બાંગ્લાદેશના ચિત્તાગોંગમાં હતું. જે મિઝોરમના થેન્ઝાવલથી 73 કિમી દક્ષિણપૂર્વ (SE) દૂર છે. ભૂકંપ ભારતીય સમય અનુસાર સવારે 5:15 વાગ્યે આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર સપાટીથી 12 કિલોમીટરની ઊંડાઈએ હતું.