ગણેશ વિસર્જન સમયે ગુજરાતમાં શુક્રવારના રોજ એક જ દિવસમાં પાંચ લોકોનાં ડૂબી જવાને કારણે મોત નિપજ્યા હતા. તો શનિવારે પણ ગુજરાતની સરહદે આવેલ નંદુરબારમાં ગણેશ વિસર્જન સમયે 6 લોકોનાં મોત નિપજ્યા હોવાની ઘટના સામે આવી છે. ગણેશ વિસર્જન સમયે તળાવમાં ઉતરેલાં તમામ 6 યુવકો ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.
ગુજરાત અને મહારાષ્ટ્રની સરહદ પર આવેલાં નંદુરબાર જિલ્લામાં ગણપતિ વિસર્જન દરમિયાન છ લોકો ડૂબી ગયા હતા. તમામનાં મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. શુક્રવારે ગામના તળાવમાં પાંચ દિવસીય ગણપતિ વિસર્જન કરવામાં આવી રહ્યું હતું, ત્યારબાદ આ અકસ્માત સર્જાયો હતો. નંદુરબાર જિલ્લાના શાહદા તાલુકાના વડછીલ ગામે બનેલી આ કરુણ ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગ અને તરવૈયાઓની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને મૃતદેહોને તળાવમાંથી કાઢવામાં આવ્યા હતા.
મૃતકોનાં નામઃ
કૈલાસ સંજય ચિત્રકથે
સચિન સુરેશ ચિત્રકથે
રવીન્દ્રશંકર ચિત્રકથે
વિશાલ મંગલ ચિત્રકથે
દિપક સુરેશ ચિત્રકથે
સાગર આપા ચિત્રકથે