સુફિયા ખાનના નામે એક નહીં પરંતુ ત્રણ ગિનિસ વર્લ્ડ રેકોર્ડ છે. અલ્ટ્રા રનર તરીકે જાણીતી સુફિયાનું સપનું છે કે દોડતી વખતે દુનિયાભરમાં ફરવાનું. રન ફોર હોપ અભિયાન હેઠળ ચાલી રહેલી ભારતની આ દિકરીએ અત્યાર સુધીમાં અનેક રેકોર્ડ પોતાના નામે કર્યા.
કહેવાય છે કે સ્વીકારશો તો હારશો અને નક્કી કરશો તો જીતશો.. જ્યારે તમે કોઈ કામ કરવાનો સંકલ્પ કરો છો, તો હંમેશા સફળતા મળે છે. અલ્ટ્રા રનર સુફિયા ખાને આ વાત સારી રીતે સાબિત કરી છે. આજે મહિલાઓ દરેક ક્ષેત્રમાં પોતાની ઓળખ બનાવી રહી છે. આનું ઉદાહરણ છે અલ્ટ્રા રનર સુફિયા ખાન, જેમણે ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવીને સાબિત કર્યું છે કે મહિલાઓ કોઈથી ઓછી નથી. રન ફોર હોપ અભિયાન હેઠળ ચાલી રહેલી ભારતની આ દિકરીએ અત્યાર સુધીમાં અનેક રેકોર્ડ પોતાના નામે કર્યા.. સુફિયા ખાને ‘ગોલ્ડન ચતુર્ભુજ’ પર 6,002 કિ.મી. 110 દિવસ, 23 કલાક અને 24 મિનિટમાં અંતર પૂર્ણ કરીને નવો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. ‘ગોલ્ડન ચતુર્ભુજ’ને દિલ્હી, કોલકાતા, મુંબઈ અને ચેન્નાઈને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગોનું નેટવર્ક કહેવામાં આવે છે.
સુફિયા ખાને 16 ડિસેમ્બર 2020 ના રોજ રાષ્ટ્રીય રાજધાની (દિલ્હી) થી દોડવાનું શરૂ કર્યું હતું જે 6 એપ્રિલ 2021 ના રોજ સમાપ્ત થયું. 35 વર્ષીય એથ્લેટે તેના સંકલ્પ સાથે મુશ્કેલ માર્ગ ‘ગોલ્ડન ચતુર્ભુજ સર્કિટ’ પૂર્ણ કર્યો.
સુફિયા કહે છે કે, તેણે ક્યારેય હાર નથી માની અને ન તો તેણે ક્યારેય હારનો વિચાર કર્યો હતો. તેણે આગળ કહ્યું કે, ‘ગિનીસ વર્લ્ડ રેકોર્ડ બનાવતી વખતે મને રેસ દરમિયાન ઘણી ઈજાઓ થઈ હતી, પરંતુ આ બધા હોવા છતાં મારું સંપૂર્ણ ધ્યાન આ રેસને ઓછામાં ઓછા સમયમાં પૂર્ણ કરવા પર હતું.’ સુફિયા કહે છે કે તેને હંમેશા તેના પતિનો ટેકો હતો. તે તેમની દરેક નાની-નાની બાબતોનું ધ્યાન રાખતો. તેણે તેના પોષણથી લઈને ફિઝિયોથેરાપી સુધીની દરેક બાબતોનું ધ્યાન રાખ્યું. સુફિયાનો પતિ વિકાસ તેનો ટેકેદાર હોવાની સાથે તેના ટ્રેનર પણ છે. શનિવારે, તેણીને ‘ભારતીય ગોલ્ડન ચતુર્ભુજ રોડ પર ચાલવા માટે સૌથી ઝડપી મહિલા’ તરીકે પ્રમાણિત કરવામાં આવી હતી.
જણાવી દઈએ કે 27 માર્ચ 2022 ના રોજ જ્યારે તેને ગિનીસ વર્લ્ડ રેકોર્ડનું પ્રમાણપત્ર મળ્યું ત્યારે વિશ્વને સુફિયા ખાનની આ ઉપલબ્ધિ વિશે ખબર પડી. 2017માં 35 વર્ષની સુફિયાએ મેરેથોન દોડવાનું શરૂ કર્યું. માત્ર બે વર્ષ પછી, તેણે અલ્ટ્રા-ડિસ્ટન્સ દોડવાનું શરૂ કર્યું.
સુફિયા કહે છે, ‘અલ્ટ્રા-ડિસ્ટન્સ રનિંગ મારો શોખ છે અને તેના માટે મેં મારી નોકરી પણ છોડી દીધી છે. મેં મારી નોકરી છોડીને ફુલ-ટાઈમ અલ્ટ્રા રનિંગ કરવાનું નક્કી કર્યું. તમને જણાવી દઈએ કે આ પહેલા સુફિયાએ પોતાના ‘મિશન હોપ’ માટે કાશ્મીરથી કન્યાકુમારી સુધીનું અંતર કાપી લીધું હતું.