ચેન્નઈ અણ્ણા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી કસ્ટમ વિભાગે 7.9 કિલો સોના સાથે એક શખ્સને {ડપી લીધો છે.ઝડપાયેલા શખ્સનું નામ ઉમર સઈદ છે. તે દુબઈથી અમીરાત એરલાઈન્સ દ્વારા ચેન્નઈ પહોંચ્યો હતો. ઉમર સઈદ એરપોર્ટ પર સામાન સાથે આમ તેમ ફરી રહ્યો હતો.
જેથી કસ્ટમના અધિકારીઓને આશંકા જતાં કોરિડોર પર 400 મીટર સુધી તેનો પીછો કર્યો હતો.ત્યાર બાદમાં તેને પકડીને સામાનની તપાસ કરતાં તેમાંથી 68 જેટલા સોનાના બિસ્કીટ મળી આવ્યા હતા.જેની કિંમત આશરે 2.5 કરોડ આંકવામાં આવી રહી છે.