ગોગામેડી હત્યા કેસ NIAએ 8 આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા: NIAએ રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડી હત્યા કેસમાં NIA કોર્ટમાં આઠ આરોપીઓને રજૂ કર્યા છે. આ કેસમાં અત્યાર સુધીમાં આઠ લોકોની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે બાકીના આરોપીઓને પકડવા માટે પોલીસ અને NIA તપાસ કરી રહી છે. કોર્ટમાં સુરક્ષા માટે કમાન્ડો અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
તમને જણાવી દઈએ કે NIA ગોગામેડી હત્યા કેસની તપાસ કરી રહી છે. આ કેસમાં નીતિન ફૌજી, રામવીર જાટ, સુમિત, રાહુલ, ભવાની ઉર્ફે રોની, ઉધમ સિંહ અને રોહિત રાઠોડને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. NIAએ તપાસમાં PHQ અને કમિશનરેટ પાસેથી મદદ માંગી હતી.
આ સમાચાર અપડેટ કરવામાં આવી રહ્યાં છે…