કતારએ ભારતીય નૌકાદળના ભૂતપૂર્વ અધિકારીઓને મૃત્યુદંડની સજામાં ઘટાડો કર્યો: કતારમાં જેલમાં બંધ ભારતીય નૌકાદળના આઠ ભૂતપૂર્વ અધિકારીઓને આપવામાં આવેલી મૃત્યુદંડ પર રોક લગાવવામાં આવી છે. મળતી માહિતી મુજબ, કતાર કોર્ટે ફાંસીની સજાને કેદમાં બદલવાનો નિર્ણય કર્યો છે. ભારતીય વિદેશ મંત્રાલયે કતારની કોર્ટમાં આઠને આપવામાં આવેલી ફાંસીની સજા અંગે અપીલ કરી હતી.
આ પૂર્વ અધિકારીઓ ગયા વર્ષે ઓગસ્ટથી જેલની સજા કાપી રહ્યા છે. તેને કયા આરોપમાં મોતની સજા સંભળાવવામાં આવી તે હજુ સ્પષ્ટ નથી. પરંતુ જાણકારોનું કહેવું છે કે જાસૂસીના આરોપમાં આ કાર્યવાહી કરવામાં આવી હતી.
