ટ્વિટરના ટ્રેન્ડથી રસ્તાઓ સુધીનો મોદી સરકાર સામેનો બેરોજગારોનો વિરોધ મોદીના જન્મદિવસની ઉજવણીને કલંકીત કરી ગયો હતો. ટ્વિટર પર ૧૭ બને ૧૭ મિનિટ, નેશનલ અન એમ્પ્લોયમેન્ટ ડે અને રાષ્ટ્રીય બેરોજગાર દિવસ જેવા ટ્રેન્ડ ભારતમાં ખુબ જોવા મળ્યા હતા. સાંજના સાડા સાત વાગ્યા સુધીમાં લગભગ ૪૦ લાખ ટ્વિટ થયા હતા.
પ્રિ-લોકડાઉન પહેલાના આંકડા કરતાં પણ વધુ
જ્યારે મોદી તરફી twitter ની સંખ્યા માત્ર પાંચ લાખ જ થઇ હતી. ગુરૂવારની આ ઘટના ૨૩ ટકા નોકરીઓ ઘટી ગઇ હોવાના સમાચારો વચ્ચે જેવા મળી હતી. પ્રિ-લોકડાઉન પહેલાના આંકડા કરતાં પણ વધુ હતો. છેલ્લા ચાર દાયકામાં ભારતનો જીડીપી પહેલી જ વાર માઇનસ ૨૩ ટકા રહ્યો હતો.
તેમણે કોંગ્રેસને બોલાવી ન હતી
ગઇ કાલે સંસદના પટાંગણમાં સંયુક્ત પ્રદર્શન કરવા કોંગ્રેસને ના બોલાવવાના ક્ષેત્રિય પક્ષોના નિર્ણયને વિપક્ષોના ગઠબંધને મોટા ફટકા તરીકે જોવામાં આવે છે. સૌથી મહત્તવનું તો એ હતું કે આઠ પક્ષો પૈકી એનસીપી, શિવસેના, ડીએમકે અને રાજદ તો કોંગ્રેસના સાથી પક્ષો છે, છતાં તેમણે કોંગ્રેસને બોલાવી ન હતી.
આપ કોંગ્રેસના સાથે બેસવા તૈયાર નથી
શા માટે કોંગ્રેસને બોલાવવામાં આવી ન હતી એવા એક સવાલના જવાબમાં ક્ષેત્રિય પક્ષના એક નેતાએ કહ્યું હતું કે સમાજવાદી પાર્ટી, ટીઆરએસ અને આમ આદમી પાર્ટી કોંગ્રેસના સાથે બેસવા તૈયાર નથી. જો કે જાણકારો કહે છે કે આના મૂળ બંગાળના રાજકારણ સાથે જોડાયેલા છે જ્યાં કોંગ્રેસે મમતા વિરોધી ચૌધરીને પ્રદેશના પ્રમુખ બનાવ્યા હતા. ચૌધરીએ ૨૦૨૧ની ચૂંટણી ડાબેરીઓ સાથે લડવાના ઇરાદો જાહેર કર્યો હતો.