8th Pay Commission 8મા પગાર પંચ આવશે સાથે મોટો પગાર વધારો? કર્મચારીઓ અને પેન્શનરો માટે રાહતના સંકેત
8th Pay Commission કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓ અને પેન્શનરો માટે મહત્વના સમાચાર સામે આવી રહ્યાં છે. ૭મો પગાર પંચ ડિસેમ્બર 2025માં સમાપ્ત થવાને લીધે, કેન્દ્ર સરકારે હવે ૮મો પગાર પંચ રચવાની તૈયારી શરૂ કરી દીધી છે. સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ, આ કમિશનનું ઔપચારિક કાર્ય જૂન 2025થી શરૂ થઈ શકે છે અને આમાં ચેરમેન સહિત 42 પદો માટે ભરતી ટૂંક સમયમાં હાથ ધરાશે.
ફિટમેન્ટ ફેક્ટર પરથી પગાર વધારાની શક્યતા
પગાર પંચમાં સૌથી મહત્વપૂર્ણ પાસું હોય છે – ફિટમેન્ટ ફેક્ટર. આ એ ગુણોત્તર છે, જેના આધારે જૂના મૂળ પગારને નવા ધોરણો પ્રમાણે સમાયોજિત કરવામાં આવે છે. 7મા પગાર પંચમાં આ ગુણોત્તર 2.57 હતું. આવનારા 8મા પગાર પંચ માટે આ ફિટમેન્ટ ફેક્ટર 2.86 સુધી જઈ શકે છે એવી ચર્ચા છે. જો એવું થાય, તો લાખો કર્મચારીઓને સીધો અને મોટા પ્રમાણમાં પગાર વધારો મળશે.
અંદાજિત પગાર વધારો: ઉદાહરણ દ્વારા સમજાવટ
જો કોઈ કર્મચારીનો હાલનો મૂળ પગાર ₹20,000 છે, તો 2.86 ફિટમેન્ટ ફેક્ટર મુજબ તેનો નવો પગાર ₹57,200 થઈ શકે છે. એટલેકે લગભગ ₹37,000 જેટલો વધારો. બીજી બાજુ, જો કોઈ કર્મચારીનો જૂનો પગાર ₹30,000 છે અને ફિટમેન્ટ ફેક્ટર 3.68 (જેની માંગ કર્મચારી સંગઠનો કરી રહ્યાં છે) મંજુર થાય, તો તેનું નવા ધોરણ મુજબ પગાર ₹1,10,400 થઈ શકે છે.
કર્મચારી સંગઠનોની માંગણીઓ
આક્રમક વલણ અપનાવતા કેટલાક કર્મચારી સંગઠનો માગણી કરી રહ્યાં છે કે ફિટમેન્ટ ફેક્ટર ઓછામાં ઓછું 3.68 રાખવામાં આવે, જેથી મોટા પ્રમાણમાં મહેંગાઈને પહોંચી વળીને જીવનમાણ વધારી શકાય. કેન્દ્ર સરકારે હજી સુધી આ અંગે સત્તાવાર નિવેદન આપ્યું નથી, પરંતુ તૈયારી તબક્કે આ નિર્ણય આશાજનક લાગી રહ્યો છે.
આ પગલાંથી સરકાર અને કર્મચારીઓ વચ્ચે વિશ્વાસ વધશે અને સરકારી કર્મચારી વર્ગને નાણાકીય સલામતીની દિશામાં નવો ઉત્તમ માર્ગ મળશે.