કોઈ પણ ગુનેગાર ગુનો કરે ત્યારે કોઈ પુરાવાઓ છોડતો નથી અને ખાસ કરીને સીસીટીવી કેમેરાથી ગુનેગારો ભારે ગભરાટ અનુભવતા હોય છે વિવિધ રસ્તાઓ પર કે પોલીસ સ્ટેશનની અંદર પણ અસામાજિક તત્વો અને ગુનેગારો ઉપર રહે તેવા હેતુથી સીસીટીવી કેમેરા મુકવામાં આવ્યા છે પોલીસ દ્વારા પણ બળજબરી કે આરોપીઓ સાથે ખોટી રીતે મારઝૂડ ન થાય તે હેતુથી સીસીટીવી કેમેરા મુકવામાં આવ્યા છે પરંતુ અનેક પોલીસ સ્ટેશનમાં સીસીટીવી કેમેરા બંધ હાલતમાં છે
અમદાવાદ શહેરમાં કુલ 720 સીસીટીવી કેમેરા લગાવાયા છે જેમાંથી 19 બંધ છે આજે અમદાવાદ ગ્રામ્યમાં લગાવાયેલા 236 માંથી 32 કેમેરાઓ બંધ હાલતમાં છે રાજકોટ શહેરમાં 162 માંથી 45 અને રાજકોટ ગ્રામ્યમાં બસોમાંથી 45 સીસીટીવી કેમેરા બંધ છે જ્યારે વડોદરા શહેરમાં 288 માંથી 18 અને વડોદરા ગ્રામ્ય માં 137 સીસીટીવી કેમેરા બંધ હાલતમાં છે.
આમ સમગ્ર રાજ્યમાં જોઈએ તો કુલ 7327 સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે જે પૈકી 972 સીસીટીવી કેમેરા બંધ હાલતમાં છે. સરકારે દાવો કર્યો છે કે 2015, 2016, 2017માં મેન્ટેનન્સ માટે એક રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો નથી પરંતુ 2018માં સાડા છ લાખથી વધુનો અને 30 જૂન 2019ની સ્થિતિએ સાડા ચાર લાખ રૂપિયાનો ખર્ચ સીસીટીવી કેમેરાના મેન્ટેનન્સ કરાયો છે. આમ 2018 અને 2019 દરમિયાન સીસીટીવી કેમેરા પાછળ 11 લાખ રૂપિયાથી વધુનો ખર્ચ થયો છે છતાં અનેક જગ્યાએ સીસીટીવી કેમેરા ચાલુ હાલતમાં નથી.
અત્રે નોંધનીય છે કે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ કોમ્બિંગમાં હોય અથવા તો તપાસ કરવા જતા હોય તે સમયે તેઓ વેપારીઓ કે હોટલના માલિકો અથવા તો વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં સીસીટીવી કેમેરા છે કે કેમ તેની તપાસ કરતા હોય છે અનેક જગ્યાએ એવું બનતું હોય છે કે સીસીટીવી કેમેરા હોય છે પરંતુ મેન્ટેનસ કે અન્ય કોઇ કારણોથી તેમાંથી કેટલાક બંધ હોય છે આથી આવા કિસ્સામાં પોલીસ અધિકારી આવા વેપારીઓને ડરાવે ધમકાવે છે તેમજ કાયદાનો ડર બતાવીને તેમની પાસેથી વહીવટ પણ કરે છે પરંતુ પોતાના પોલીસ સ્ટેશનમાં જ સીસીટીવી કેમેરા બંધ હોવા છતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓએ મૌન ધરીને બેસી ગયા છે.